દેશમાં હવે ચોમાસુ એક્ટિવ થઈ ગયુ છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જુલાઈના પહેલા અઠવાડિયામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે દિલ્હી-એનસીઆરના કેટલાક ક્ષેત્રોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. એનસીઆરનું ગુરુગ્રામ ફરી એક વખત ડુબી ગયુ છે. હજારો લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. જો કે ખેડૂતો માટે વરસાદ વરદાન સમાન છે. તો બીજી બાજુ પહાડોમાં લેન્ડસ્લાઈડને કારણે લોકોને તકલીફ પડી રહી છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સ્થિતિ છે. વાદળ ફાટવા જેવી ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. પ્રદેશમાં હાલ 200થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે. જો કે પ્રદેશના સિરમોર અને કાંગડામાં આજે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાનવિભાગે આજે દેશના ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એવામાં આવો જાણીયે હવામાન વિભાગે વરસાદને લઈને શું ચેતવણી જાહેર કરી છે.













