દિલ્હી-NCRમાં સતત ઘટતા તાપમાન અને બરફ જેવા ઠંડા પવનોથી ઠંડી વધુ તીવ્ર બની ગઈ છે. સવારે ગાઢ ધુમ્મસના કારણે ઝીરો વિઝીબીલીટ થઇ જતા દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે, જેના કારણે માર્ગ, રેલ અને હવાઈ પરિવહન પર અસર પડી રહી છે. ઘણા વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું નોંધાયું છે, જ્યારે ઠંડા પવનના કારણે તાપમાન સતત ગગડી રહ્યુ છે
પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષાની અસર હવે મેદાની વિસ્તારો સુધી પહોંચી
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષાની અસર હવે મેદાની વિસ્તારો સુધી પહોંચી ગયો છે. પહાડોમાંથી આવતી ઠંડી હવાઓએ મેદાની વિસ્તારોમાં શીતલહેરને વધુ પ્રબળ બનાવી છે. ઘણા પહાડી માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને પ્રવાસીઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસનું એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યુ છે. ખાસ કરીને સવારના સમયે અત્યંત ગાઢ ધુમ્મસ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને સામાન્ય લોકોને અનાવશ્યક મુસાફરીથી બચવાની સલાહ આપવામાં આવી છે.
શાળાઓના સમયપત્રકમાં ફેરફાર
ઠંડીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને શાળાઓના સમયપત્રકમાં ફેરફાર, જરૂરી વ્યવસ્થા અને રેનબસેરાઓમાં સુવિધાઓ વધારવામાં આવી રહી છે. આરોગ્ય નિષ્ણાતોએ વડીલો, બાળકો અને બીમાર લોકોને ખાસ સાવચેતી રાખવા, ગરમ કપડાં પહેરવા અને ઠંડા પવનથી બચવાની સલાહ આપી છે. આવનારા દિવસોમાં પણ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે. આવા સમયમાં સાવચેતતા અને સતર્કતા જ આ કડક ઠંડીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
આ પણ વાંચો : Weather Update: ગાઢ ધુમ્મસે રેલવેની ગતિ થંભાવી, રાજધાની, અમૃત ભારત, હમસફર સહિત 83 ટ્રેન કલાકો મોડી