વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ સક્રિય થવાને કારણે વરસાદ અને હિમવર્ષાનો સમયગાળો શરૂ થવાની સંભાવના છે. પશ્ચિમી હિમાલય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે.

મોસમે ફરી એક વખત કરવટ લીધી છે.

મોસમે ફરી એક વખત કરવટ લીધી છે. કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ સુધી ભારે બરફવર્ષા જોવા મળી રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં પણ હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના અનેક ભાગોમાં ઠંડીમાં વધારો થયો છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

ઊંચાઈવાળા વિસ્તારો જેમ કે ગુલમર્ગ, પહલગામ, સોનમર્ગ અને કુપવાડામાં તાજી બરફવર્ષા થઈ

જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારો જેમ કે ગુલમર્ગ, પહલગામ, સોનમર્ગ અને કુપવાડામાં તાજી બરફવર્ષા થઈ છે. બરફની ચાદર પથરાતાં પર્યટકો ખુશ દેખાઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે સામાન્ય જનજીવન પર પણ અસર પડી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર લપસણ વધી ગઈ છે અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. શ્રીનગર-લેહ હાઈવે સહિત કેટલાક મહત્વના માર્ગોને તકેદારીના પગલાંરૂપે બંધ રાખવામાં આવ્યા છે.

 હિમાચલ પ્રદેશમાં અસર સ્પષ્ટ રીતે જોવા મળી

બદલાયેલા હવામાનની હિમાચલ પ્રદેશમાં અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. શિમલા, મનાલી, કુફરી અને લાહૌલ-સ્પિતીમાં બરફવર્ષાના કારણે ઠંડીનો કહેર વધ્યો છે. લઘુત્તમ તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું છે. બરફવર્ષાના કારણે સફરજન ઉત્પાદક વિસ્તારોમાં ખેડૂતોની ચિંતા વધી છે, જોકે લાંબા ગાળે જળસ્તર સુધરવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોસમ વિભાગના જણાવ્યા મુજબ આગામી 24થી 48 કલાકમાં બે રાજ્યોમાં ઝમાઝમ વરસાદ થવાની શક્યતા છે. તેમાં પંજાબ અને હરિયાણા સામેલ છે. આ રાજ્યોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેના કારણે ઠંડીમાં વધુ વધારો થશે. સાથે જ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે હળવા ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્હી-એનસીઆરમાં પણ હવામાન બદલાયેલું નજરે પડી રહ્યું છે. સવાર અને રાત્રિના સમયે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે લોકોને ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. મોસમ વિભાગે પહાડી વિસ્તારોમાં મુસાફરી કરનાર લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે અને મેદાની વિસ્તારોમાં વરસાદને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.

આ પણ વાંચો: Karnatakaના DGP રામચંદ્ર રાવ અશ્લીલ વીડિયો વાયરલ થવાના આરોપમાં સસ્પેન્ડ