જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલવાક વિસ્તારમાં ભારે ભૂસ્ખલન અને મૂસળધાર વરસાદનો કહેર છે. સોમવારે એક 5 વર્ષના બાળક સહિત 4 લોકોના મોત થઇ ગયા છે. જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર જતા જુના રસ્તા પર ભયાનક ભૂસ્ખલન થતા એક 70 વર્ષના તીર્થયાત્રીનું મોત થયુ હતુ અને નવ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.


 ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને CM ઉમર અબ્દુલાએ જાનમાલના નુકસાન અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ

ત્રિકુટા પહાડ પર સ્થિત તીર્થયાત્રીયો માટે એક શીબીર આવેલી છે જ્યાં મોટા ભાગે મુસાફરો વિસામો લેતા હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનમાં એક સ્કુલને મોટુ નુકસાન થયુ હતુ. એક વિદ્યાર્થીનુ મોત થયુ હતુ અને 5 લોકો ઘાયલ થયા હતા. કટરા શહેરમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ હતુ. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને CM ઉમર અબ્દુલાએ જાનમાલના નુકસાન અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ.

અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાયા

હિમકોટિ નજીક એક ભૂસ્ખલન થવાના કારણે રસ્તાઓ બંધ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં હાલ ચટ્ટાન પડવી, ભૂસ્ખલન થવાની ઘટનાઓ વધી છે કેમકે આ વખતે ચોમાસાને કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે. 401 રસ્તાઓ બંધ થઇ ગયા છે. હવામાન વિભાગે 12 જિલ્લાઓમાંથી 5 જિલ્લા શિમલા, કાંગડા, ચંબા, સિરમૌર અને મંડીમાં ભારેથી અતીભારે વરસાદનુ એલર્ટ આપ્યુ છે.

હિમાચલમાં અત્યાર સુધીમાં 1,235 કરોડનું નુકસાન

20 જૂને ચોમાસાની શરૂઆત થઇ હતી. રાજ્યભરમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 72 લોકોનાં મોત થયા છે. 34 લોકો ગુમ થયા છે. હિંમાચલ પ્રદેશમાં આ વરસાદી સીઝનમાં અત્યાર સુધીમાં 34 વખત પૂર આવ્યુ છે. 22 વખત વાદળ ફાટ્યુ છે અને 21 વખત ભૂસ્ખલનની ઘટનાઓ બની છે જેમાં લગભગ 1,235 કરોડનું નુકસાન થયુ છે. 

  • Follow us on: