રાજધાની દિલ્હી- NCRમાં એટલુ ધુમ્મસ છવાયેલુ હોય છે કે રાત્રી હોય તેવુ લાગે છે. આ તમામની અસર ફ્લાઇટ્સ અને ટ્રેનોની ગતિ પર પડી રહ્યો છે. રાજધાની અને આસપાસના વિસ્તારોમાં દૃશ્યતા અત્યંત ઓછી નોંધાઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસરગ્રસ્ત બન્યું છે.

ઉત્તર પ્રદેશમાં પણ ધુમ્મસની વ્યાપક અસર

રસ્તાઓ પર વાહનો ધીમે ગતિએ ચાલતા જોવા મળ્યા અને અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ઇન્ડિયા ગેટ, અક્ષરધામ, નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદ જેવા વિસ્તારોમાં 50 મીટરથી પણ ઓછી દૃશ્યતા નોંધાઈ છે.

ખેતરો હોય કે હાઇવે બધું જ ધુમ્મસમાં ગૂમ દેખાયું

ઉત્તર પ્રદેશમાં પણ ધુમ્મસની વ્યાપક અસર જોવા મળી રહી છે. લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, આગ્રા, મેરઠ અને બરેલી સહિતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયો રહ્યો. ખેતરો હોય કે હાઇવે બધું જ ધુમ્મસમાં ગૂમ દેખાયું. ઝાકળના કારણે કેટલાક સ્થળોએ માર્ગ અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી છે, જેના પગલે પ્રશાસને લોકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

દિલ્હી એરપોર્ટથી આવતી-જતી અનેક ફ્લાઇટ્સ મોડે ઉડી

હવામાનની આ અસરનો સીધો પ્રભાવ હવાઈ અને રેલ પરિવહન પર પણ પડ્યો છે. દિલ્હી એરપોર્ટથી આવતી-જતી અનેક ફ્લાઇટ્સ મોડે ઉડી, જ્યારે કેટલીક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી અથવા રદ્દ પણ કરવી પડી. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને વિસ્તારા જેવી એરલાઇન્સે મુસાફરોને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપી છે. બીજી તરફ, ધુમ્મસના કારણે રાજધાનીમાંથી પસાર થતી અનેક લાંબા અંતરની ટ્રેનો 2થી 6 કલાક સુધી મોડેથી ચાલી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર

હવામાન વિભાગ (IMD) મુજબ, ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભ અને ઠંડી પવનના કારણે આગામી કેટલાક દિવસો સુધી ઘન કુંહાસાની સ્થિતિ યથાવત રહી શકે છે. લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને શીતલહેરની અસર વધવાની શક્યતા છે. નિષ્ણાતોએ વાહનચાલકોને લો-બીમ હેડલાઇટનો ઉપયોગ કરવા, સુરક્ષિત અંતર જાળવવા અને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે.ધુમ્મસના આ કહેરથી તાત્કાલિક રાહત મળવાની શક્યતા હાલ દેખાતી નથી.

આ પણ વાંચો: Weather Update: ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો બેવડો માર, દિલ્હીમાં તાપમાનમાં ભારે ઘટાડો