ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા અપડેટ મુજબ આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, ઠંડી અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા છાંટા પડવાની શક્યતા છે. ઉત્તર ભારતના હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ભારત હવામાન વિભાગ (IMD)એ આજે શુક્રવાર (6 ફેબ્રુઆરી) માટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
જ્યારે હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં 7 ફેબ્રુઆરીના રોજ સવારે અને રાત્રિના સમયમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની સંભાવના છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ શકે છે, જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી શકે છે.
ધુમ્મસ
IMDએ અનેક વિસ્તારો માટે ધુમ્મસની ચેતવણી આપી છે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો સાથે બિહાર, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં સવારે અને સાંજે દૃશ્યતા ઓછી રહી શકે છે. જેના કારણે માર્ગ, રેલ અને હવાઈ ટ્રાફિક પર અસર પડી શકે છે.
વરસાદ અને વાદળછાયું વાતાવરણ:
પશ્ચિમ વિક્ષોભના પ્રભાવને કારણે પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. તેનો અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ અથવા વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે, પરંતુ વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે.
ઠંડીનો પ્રભાવ:
રાત્રિ અને વહેલી સવારના સમયમાં ઠંડીનો અહેસાસ વધુ રહેશે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઠંડી પવનોને કારણે ગાળું વધશે.
સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ રહેશે. ઠંડી અને શીતલહેરનો પ્રભાવ યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને ભારે વરસાદની શક્યતા છે. આથી હાલ મુખ્ય અસર ધુમ્મસ અને ઠંડીની રહેશે, જ્યારે ભારે વરસાદની શક્યતા ઓછી છે. લોકો સાવચેતી રાખે અને મુસાફરી કરતા પહેલાં હવામાનની માહિતી જરૂર તપાસે.
આ પણ વાંચો: Delhi Weather: રાજધાનીમાં ઠંડી, પ્રદૂષણ અને ગાઢ ધુમ્મસનો ટ્રિપલ એટેક, IMDનું યેલો એલર્ટ