મોસમ વિભાગ મુજબ, દિલ્હીમાં મંગળવારે ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. બપોર દરમિયાન ભારે ગરમી રહેશે અને આકાશ સાફ રહેશે. આગામી 7 દિવસમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિભાગ મુજબ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં સામાન્ય કરતાં ઓછી વરસાદ થવાની શક્યતા છે.
આ રાજ્યોમાં વરસાદની ચેતવણી
14થી 17 એપ્રિલ દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ દરમિયાન 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અરુણાચલ પ્રદેશમાં 14, 18 અને 19 એપ્રિલે ભારે વરસાદનો એલર્ટ જાહેર થયુ છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં બદલાશે મોસમ
ગરમી વધતી હોવા છતાં પહાડી વિસ્તારોમાં થોડી રાહત મળી શકે છે. 17 થી 19 એપ્રિલ દરમિયાન હિમાચલ પ્રદેશમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં 17 અને 18 એપ્રિલે હવામાન બદલાઈ શકે છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં 18 અને 19 એપ્રિલે વરસાદના સંકેતો છે.
દક્ષિણ ભારતમાં હવામાન
પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 14-15 એપ્રિલ દરમિયાન વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક અને કેરળના અનેક વિસ્તારોમાં 14 થી 17 એપ્રિલ દરમિયાન ભારે પવન, વીજળી અને હળવો થી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ રાજ્યોમાં લૂનુ એલર્ટ
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં 15 થી 18 એપ્રિલ દરમિયાન લૂનો પ્રભાવ જોવા મળી શકે છે. IMD મુજબ, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 19 એપ્રિલ સુધી મહત્તમ તાપમાનમાં 4 થી 6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
આ પણ વાંચો: Uttar Pradeshના હાપુડમાં જાનૈયાઓની બસની ટ્રક સાથે ટક્કર, લગ્નથી પરત ફરતા 6 લોકોનાં કરૂણ મોત