બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા ડિપ્રેશન અને ચક્રવાતી પરિભ્રમણને કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત દેશભરના ૧૫ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ચોમાસુ હાલ ઉત્તર-પશ્ચિમ ભારતમાં અત્યંત સક્રિય બન્યું છે, જેના કારણે સપ્તાહ દરમિયાન વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ પડવાની પૂરી શક્યતા છે.
આ રાજ્યોમાં રહેશે વરસાદનો પ્રકોપ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર બનેલી ચક્રવાતી સિસ્ટમને લીધે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન અનેક સ્થળોએ ભારે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
પર્વતીય રાજ્યો અને મધ્ય ભારતમાં 'ઓરેન્જ એલર્ટ'
હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને અતિભારે વરસાદનું જોખમ રહેલું છે, જેને લઈને તંત્રને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. દિલ્હી-એનસીઆર (NCR) વિસ્તારમાં પણ હવામાનમાં પલટો આવવાની અપેક્ષા છે.
ઓડિશામાં પૂર જેવી સ્થિતિ અને સરકારી રજાઓ રદ
સતત બે દિવસથી વરસી રહેલા મૂશળધાર વરસાદને કારણે ઓડિશાના અનેક જિલ્લાઓમાં પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ સત્તાવાર રજાઓ રદ કરવામાં આવી છે અને રજા પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવાના આદેશ અપાયા છે.
https://twitter.com/AHindinews/status/2089097531389313294
પૂર પ્રભાવિત રાજયોમાં શાળા કોલેજો બંધ
હવામાન વિભાગે બાલાસોર, ભદ્રક, જાજપુર, મયુરભંજ અને કેઓંઝર જિલ્લામાં વિશેષ ચેતવણી જારી કરી છે.સુરક્ષાના ભાગરૂપે અત્યાર સુધીમાં ૨.૩૭ લાખથી વધુ લોકોને સુરક્ષિત રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.પૂર પ્રભાવિત વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ (શાળાઓ અને કોલેજો) બંધ રાખવામાં આવી છે અને રાહત-બચાવ ટીમો તૈનાત છે.
https://twitter.com/Indiametdept/status/2088916936247869755
પશ્ચિમ બંગાળમાં તંત્ર સજ્જ
ઓડિશાના પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બાંકુરા, ઝારગ્રામ, હાવડા, કોલકાતા, દુર્ગાપુર, પશ્ચિમ મેદિનીપુર, માલદા, કાલિમપોંગ, જલપાઇગુડી અને પૂર્વ બર્ધમાન જિલ્લાઓમાં વરસાદને લઈને નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. કોલકાતા શહેરમાં પણ સતત વરસાદી માહોલ જામ્યો છે. ગામી દિવસોમાં આ અઠવાડિયે ચોમાસાની આ મજબૂત સિસ્ટમ દેશના મોટાભાગના વિસ્તારોમાં સક્રિય રહેશે, જેથી વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Jharkhand Protest : વિદ્યાર્થીઓ સાથે 17 ઓગસ્ટે બેઠક કરશે સરકાર, રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત