દિલ્હી-NCRને છોડીને ચોમાસાએ સમગ્ર દેશમાં પગપેસારો કરી ચુક્યુ છે. હવામાન વિભાગે (IMD)ચોમાસુ સામાન્ય કરતા (108%) વધારે રહેવાની ધારણા કરી છે. એક અંદાજ મુજબ, સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 9.1 ટકા વધુ વરસાદ પડ્યો છે. 26 જૂન સુધીમાં 146.6 મીમી વરસાદ પડ્યો છે, જ્યારે સામાન્ય રીતે આ તારીખ સુધી 134.3મીમી વરસાદ પડે છે. મેદાની વિસ્તારોમાં વરસાદ ગરમીથી રાહત આપી રહ્યો છે, ત્યારે પહાડી વિસ્તારોમાં ચોમાસાના વાદળો આફતની જેમ વરસી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદને કારણે, ભૂસ્ખલનને કારણે પર્વતો તિરાડો પડી રહ્યા છે અને કેટલીક જગ્યાએ વાદળ ફાટવાના કારણે અચાનક પૂર જેવી ઘટનાઓ બની રહી છે. નદીઓ અને નાળાઓ પૂરમાં વહી રહ્યા છે.


અન્ય રાજ્યમાં કેવુ રહેશે હવામાન

હવામાન વિભાગે આગામી 7 દિવસ ઉત્તર પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં અનેક વિસ્તારોમાં ચોમાસુ પ્રવેશી ગયો છે. ભયંકર વરસાદ વરસવાની આગાહી કરી છે. ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. કારણ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક વધુ ભાગોને આવરી લીધા છે. આગામી 3-4 દિવસમાં ચોમાસું દેશના બાકીના વિસ્તારોને પણ આવરી લેશે. ચોમાસાની તાજેતરની સ્થિતિ જોતા, હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાતમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં 2 જુલાઈ સુધી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડશે.

 ગાજવીજ અને વીજળી સાથે વરસાદની પણ આગાહી છે

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, સિક્કિમ, બિહાર, આંદામાન નિકોબારમાં 30 જૂન સુધી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને કેટલીક જગ્યાએ 2 જુલાઈ સુધી પવન ફૂંકાઈ શકે છે. ગાજવીજ અને વીજળી સાથે વરસાદની પણ આગાહી છે. 30 જૂન સુધી અરુણાચલ પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. કેરળ, તમિલનાડુ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, લક્ષદ્વીપ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં આગામી 3 દિવસ સુધી 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાદળો પણ ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પાડી શકે છે.

  • Follow us on: