હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેના કારણે દિલ્હી NCRના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાઈ ગયા છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાઈ ગયા છે અને ઠંડી હવાઓ ફૂંકાઈ રહી છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે ઠંડક વધુ અનુભવાઈ રહી છે.

 હવામાનમાં થયેલો ફેરફાર થોડા દિવસો સુધી યથાવત રહી શકે

વિશેષજ્ઞો મુજબ આ હવામાનમાં થયેલો ફેરફાર થોડા દિવસો સુધી યથાવત રહી શકે છે. આ સમયગાળામાં તેજ પવન સાથે છાંટા અને ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે. આ બદલાતા હવામાનનો અસર દૈનિક જીવન પર પણ જોવા મળી રહ્યો છે. એક તરફ લોકોને ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ ટ્રાફિક અને આવન-જાવનમાં થોડી મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે.

આગામી થોડા દિવસો સુધી આવી જ પરિસ્થિતિ રહેવાની શક્યતા

ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવે છે, કારણ કે તે પાકને ભેજ આપશે. જોકે, વધુ વરસાદ થવાથી નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે તેઓ હવામાનના અપડેટ પર નજર રાખે અને જરૂરી સાવચેતીઓ રાખે. ખાસ કરીને વરસાદ અને તેજ પવન દરમિયાન બહાર નીકળતી વખતે સાવધ રહેવું જોઈએ.

દિલ્હી-એનસીઆરમાં હવામાન સુહાવનું બની ગયું છે અને આગામી થોડા દિવસો સુધી આવી જ પરિસ્થિતિ રહેવાની શક્યતા છે. 

આ પણ વાંચો: Weather Update: સવારે સવારે દિલ્હી-NCRમાં વરસાદ, IMDની જાણીલો આગાહી