ઉપરાંત મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં આગામી 3 દિવસ દરમિયાન હીટવેવનો અસર જોવા મળી શકે છે. ઓડિશામાં 20 એપ્રિલે અને ઝારખંડમાં 19 થી 21 એપ્રિલ દરમિયાન હીટવેવની શક્યતા છે. મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પણ 17 અને 18 એપ્રિલે હીટવેવ જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે.


ભારે વરસાદની વાત કરીએ તો, તેજ પવન સાથે અરુણાચલ પ્રદેશમાં 18 થી 21 એપ્રિલ દરમિયાન, આસામ અને મેઘાલયમાં 19 અને 20 એપ્રિલે તેમજ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 18 અને 19 એપ્રિલે ભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા 24 કલાકમાં આસામ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, મણિપુર, ત્રિપુરા અને તમિલનાડુમાં તેજ પવન સાથે હળવો વરસાદ નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઝાપટાં સાથે હળવો વરસાદ જોવા મળ્યો હતો.

યુપીનુ બાંદા સૌથી ગરમ

છેલ્લા 24 કલાકમાં મધ્ય ભારત અને વિદર્ભ સહિતના વિસ્તારોમાં તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. અન્ય વિસ્તારોમાં 36 થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાન નોંધાયું છે, જ્યારે પર્વતીય વિસ્તારોમાં તાપમાન 36 ડિગ્રીથી ઓછું છે. સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારના બાંદામાં 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ફરી વધશે તાપમાન

પશ્ચિમ વિક્ષોભના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં આશરે 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ 19 થી 21 એપ્રિલ દરમિયાન ફરી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. મધ્ય ભારતમાં 17 થી 19 એપ્રિલ સુધી તાપમાન સ્થિર રહી શકે છે, ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

પૂર્વી ભારતમાં 17 થી 21 એપ્રિલ દરમિયાન તાપમાન ધીમે ધીમે 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે અને ત્યારબાદ ખાસ ફેરફારની શક્યતા નથી. મહારાષ્ટ્રમાં આજે અને કાલે તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ 19 થી 21 એપ્રિલ દરમિયાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અન્ય વિસ્તારોમાં મોટો ફેરફાર અપેક્ષિત નથી.

કર્ણાટક અને કાશ્મીરમાં વરસાદની ચેતવણી

ઉત્તર પશ્ચિમ ભારતમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં હળવો વરસાદ અને કરા પડી શકે છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ તેજ પવન સાથે હળવો વરસાદ શક્ય છે. પૂર્વોત્તર રાજ્યો આગામી 24 કલાકમાં દેશના સૌથી ઠંડા રહી શકે છે. કર્ણાટક અને આસપાસના વિસ્તારોમાં પણ ઠંડક સાથે હળવો વરસાદ શક્ય છે. પૂર્વ અને પશ્ચિમ કાંઠા વિસ્તારમાં ઉમસવાળું હવામાન રહેશે.


આ પણ વાંચો : Tamil Nadu Accident: ઊંડી ખાઈમાં પડી ટૂરિસ્ટ વાન 9 લોકોનાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

  • Follow us on: