દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં દેશભરમાં સક્રિય છે, દેશની મહત્વની ગંગા, યમુના, કોસી અને ઘાઘરા ચારેય નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણા વિસ્તારોમાં જનજીવનને માઠી અસર થઇ છે. IMDએ (ભારતીય હવામાન વિભાગ ) એ પહાડી વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવા કહ્યુ છે તો સાથે સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સાવધાની રાખવાની સલાહ આપી છે. આગામી 6 દિવસ એટલે કે 22 ઓગસ્ટ સુધી રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ભારે વરસાદની આગાહી છે.


આજે દેશભરમાં હવામાન કેવું રહેશે?

ગઇકાલે રાજધાની દિલ્હી-NCRમાં ભારે વરસાદ પડ્યો હતો. જો કે હવામાન ભેજવાળું હતું, પરંતુ દિવસભર વાદળો પણ છવાયેલા રહ્યા.રાજસ્થાનમાં બાંસવાડા, ઉદયપુર, ચિત્તોડગઢમાં ભારે વરસાદ પડ્યો. ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો જેનાથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

દિલ્હી-એનસીઆરમાં હવામાન કેવું રહેશે? 16 ઓગસ્ટે દિલ્હી-એનસીઆરમાં હળવો થી મધ્યમ વરસાદ પડ્યો હતો

દિલ્હી-એનસીઆરમાં હવામાન કેવું રહેશે? 16 ઓગસ્ટે દિલ્હી-એનસીઆરમાં હળવો થી મધ્યમ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હળવા તડકાને કારણે હવામાન ભેજવાળું હોવા છતાં, આકાશ વાદળછાયું રહ્યું અને બપોરે ભારે વરસાદ પડ્યો. હવામાન વિભાગે 17 થી 22 ઓગસ્ટ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે, પરંતુ ભેજને કારણે વાતાવરણમાં ભારે ઉકળાટ જોવા મળી શકે છે.

આગામી 6 દિવસમાં હવામાન કેવું રહેશે?

IMD મુજબ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ તો મધ્યપ્રદેશમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે, 19 થી 20 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં 18 અને 19 ઓગસ્ટે દરિયાકાંઠાના વિસ્તારો સહિત તેલંગાણામાં વરસાદ ધમરોળશે

  • Follow us on: