પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ચર્ચાનો વિષય બની છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની સરકાર બન્યાના છ મહિનામાં રાજ્યમાં પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુની પાંચ ઘટનાઓ બની છે.


બરુઈપુર એન્કાઉન્ટર

બરુઈપુરમાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો. ત્યારબાદ આરોપીએ તેની હત્યા કરી હતી. 5 જુલાઈના રોજ છોકરીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. આ કેસનો મુખ્ય આરોપી પ્રભાસ મંડલ ઉર્ફે ગુલી હતો. 8 જુલાઈના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં તેનું મોત થયું હતું. પોલીસ આરોપી પ્રભાસ મંડલને ક્રાઈમ સીન રિક્રિએશન માટે ક્રાઈમ સીન પર લઈ ગઈ હતી. સીન દરમિયાન આરોપીએ અચાનક એક પોલીસકર્મીનું હથિયાર છીનવી લીધું, પોલીસ ટીમ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ભાગવાનો પ્રયાસ કર્યો. વળતા ગોળીબારમાં તેનું મોત થયું.


ગૌઘાટા એન્કાઉન્ટર

ઓક્ટોબરમાં, ઉત્તર 24 પરગણામાં 17 વર્ષની છોકરી પર બળાત્કાર અને હત્યાનો કેસ નોંધાયો હતો. 27 ઓક્ટોબરના રોજ એન્કાઉન્ટરમાં મુખ્ય આરોપી પ્રહલાદ દાસનું મોત થયું હતું. ક્રાઈમ સીન રિક્રિએશન દરમિયાન, પ્રહલાદ દાસે પોલીસ રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયરિંગમાં તેનું મોત થયું હતું.


શમશેરગંજ એન્કાઉન્ટર

સ્થાનિક ભાજપ કાર્યકર સુજીત મંડલની હત્યાના આરોપમાં સમીઉલ શેખની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ કાર્યકર સુજીત મંડલ 28 ઓગસ્ટના રોજ ધુલિયાણથી ગુમ થયો હતો અને બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સમીઉલ શેખ 27 ઓક્ટોબરના રોજ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તપાસ દરમિયાન, આરોપીએ કથિત રીતે એક પોલીસકર્મીની બંદૂક છીનવી લીધી હતી અને ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જવાબી ગોળીબારમાં તેનું મોત થયું હતું.


રાયગંજ એન્કાઉન્ટર

દિલીપ રોય 12 વર્ષની બાળકીના અપહરણ, કથિત ગેંગરેપ અને હત્યાનો મુખ્ય આરોપી હતો. છોકરીનો મૃતદેહ કુલિક નદી નજીકના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. દિલીપ રોય 9 નવેમ્બરના રોજ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.


નાનુર એન્કાઉન્ટર

કોન્સ્ટેબલ બિશ્વજીત દાસને ગોળી મારીને ફરાર થયેલા રતન શેખને રવિવારે બોલપુરમાં પોલીસે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રતન શેખ એક હિસ્ટ્રીશીટર હતો. તે નાનૂર, બોલપુર અને શાંતિનિકેતન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 12 થી વધુ કેસોમાં વોન્ટેડ હતો, જેમાં ચોરી, લૂંટ અને માદક દ્રવ્યોની હેરાફેરી સંબંધિત કેસોનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો: UP ચૂંટણીને લઈને મેદાનમાં ઉતરશે CJP? અભિજીત દિપકેએ બનાવી ટીમ, જાણો કેમ