પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. નંદીગ્રામ બાદ, રેજીનગર બેઠક પરથી પણ મમતાના ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. અહેવાલો અનુસાર, રબિઉલ આલમ ચૌધરીએ તેમનું નામાંકન પાછું ખેંચ્યું છે અને હવે તેઓ રેજીનગર બેઠક પરથી પેટાચૂંટણી લડશે નહીં. આ અગાઉ, મમતા બેનર્જીના જૂથના ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ નંદીગ્રામથી પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું.
રેજીનગરમાંથી મમતાના ઉમેદવારની પીછેહઠ
અહેવાલો અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર રબિઉલ આલમ ચૌધરીએ રેજીનગરમાં ચૂંટણી મેદાનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. શનિવારે (19 સપ્ટેમ્બર) સવારે પત્રકારો સાથે વાત કરતા ચૌધરીએ જણાવ્યું હતું કે, આટલા ટૂંકા ગાળામાં મતદારોને ચૂંટણીના નવા ચિહ્નથી પરિચિત કરાવવા મુશ્કેલ છે.
https://twitter.com/ANI/status/2101199392401490052
પક્ષના કાર્યકરો સાથે પરામર્શ બાદ નિર્ણય લેવાયો
ચૌધરીએ જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમણે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો નિર્ણય લીધો. તેમણે ઉલ્લેખ કર્યો કે તેમણે આ અંગે પોતાના નેતાને પણ જાણ કરી હતી. તેમણે વધુમાં નોંધ્યું હતું કે પ્રચાર માટે પક્ષના કાર્યકરોને મોકલવામાં આવી રહ્યા નથી અને ચૂંટણી ચિહ્ન એ એક મુખ્ય મુદ્દો છે.
મમતા બેનર્જીને કયુ ચિન્હ ફાળવવામાં આવ્યું ?
મમતા બેનર્જીના જૂથને "મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ" નામ અને "ફૂટબોલ ખેલાડી"નું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે. બીજી તરફ, રિતાબ્રતા બેનર્જીના નેતૃત્વ હેઠળના પ્રતિસ્પર્ધી જૂથને "ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ" નામ અને "પરબીડિયું" (એન્વલપ)નું ચિહ્ન આપવામાં આવ્યું છે. મમતા બેનર્જીના પક્ષના ચૂંટણી ચિહ્નમાં ફૂટબોલને કિક મારતા ફૂટબોલ ખેલાડીનું ચિત્ર છે; તેની પાછળ ત્રિરંગો દર્શાવવામાં આવ્યો છે અને ઉપરના ભાગે પક્ષનું નામ"મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ"અંકિત કરવામાં આવ્યું છે.