પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ તેની ત્રીજી ઉમેદવાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને પાણીહાટી બેઠક પરથી રત્ના દેવનાથને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જે આર.જી. કર મેડિકલ કોલેજ રેપ પીડિતાની માતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

https://twitter.com/ANI/status/2036812653977563383


શાંતિપુરથી સ્વપન દાસને ટિકિટ

પાર્ટીએ અન્ય બેઠકો માટે પણ મહત્વપૂર્ણ નામોની જાહેરાત કરી છે. હરિપાલ બેઠક પરથી મધુમિતા ઘોષ, મિદનાપુરથી શંકર ગુચ્છેત, કૂચબિહાર દક્ષિણથી રથીન્દ્ર નાથ બોસ, ઇંગ્લિશ બજારથી અમલન ભાદુરી અને શાંતિપુરથી સ્વપન દાસને ટિકિટ આપવામાં આવી છે. ઉપરાંત હાવડા મધ્યથી બિપ્લબ મંડલ અને ઉત્તરપાડાથી દીપાંજન ચક્રવર્તીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કુલ 174 બેઠકો પર ઉમેદવારો જાહેર

આ સાથે ભાજપે અત્યાર સુધીમાં બંગાળ ચૂંટણી માટે કુલ 174 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. અગાઉ પાર્ટીએ પ્રથમ યાદીમાં 144 અને બીજી યાદીમાં 111 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પાર્ટી દ્વારા તબક્કાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે, જે ચૂંટણી માટેની વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ બંગાળમાં મજબૂત હાજરી નોંધાવવા માટે નવા અને પ્રતીકાત્મક ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. હાલમાં બંગાળની રાજનીતિ ગરમાઈ રહી છે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પુરજોશમાં પ્રચાર અને તૈયારીઓ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Middle East સંકટ મામલે સર્વદળીય બેઠક પૂર્ણ, સરકારે કહ્યું 'કંટ્રોલમાં છે સ્થિતિ'