પશ્ચિમ બંગાળની હાઈ-પ્રોફાઈલ નંદીગ્રામ વિધાનસભા બેઠક પર 6 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી પહેલાં, ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પગલું ભર્યું છે. શુક્રવારે નંદીગ્રામના મુસ્લિમ-બહુલ વિસ્તાર એવા બિરુલિયા બજારમાં એક રેલીને સંબોધતા, શુભેન્દુએ લઘુમતી (મુસ્લિમ) મતદારોને ભાજપને સમર્થન આપવા માટે ભાવુક અપીલ કરી હતી અને તેને પક્ષ તરફ "મિત્રતાનો હાથ લંબાવવાની સૌથી શુભ તક" ગણાવી હતી.
ભાજપે લઘુમતી મતદારોને કરી અપીલ
ભાજપના ઉમેદવાર હસીરાની રાઠ માટે પ્રચાર કરતા શુભેન્દુએ કહ્યું કે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું અસ્તિત્વ લગભગ સમાપ્ત થઈ ગયું છે. તેથી લઘુમતી સમુદાયને ભાજપથી અંતર રાખવાથી કોઈ ફાયદો થશે નહીં.
'જય શ્રી રામ'ના નારા લગાવવા માટે તમારી પર દબાણ નથી- શુભેન્દુ અધિકારી
આ રેલી નંદીગ્રામ બ્લોક-2ના બિરુલિયા બજારમાં યોજાઈ હતી, જે એવો વિસ્તાર છે જ્યાં મોટી લઘુમતી વસ્તીને કારણે ભાજપને પરંપરાગત રીતે કઠિન પડકારનો સામનો કરવો પડ્યો છે.શુભેન્દુ અધિકારીએ કહ્યું કે અમારી તરફ મિત્રતાનો હાથ લંબાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. 6 ઓક્ટોબર ખૂબ જ શુભ દિવસ છે, અને મિત્ર તરીકે અમારો હાથ પકડવાની આવી તક તમને ફરી ક્યારેય નહીં મળે. હા, અમે 'જય શ્રી રામ'નો નારો લગાવીએ છીએ, પરંતુ તે બોલવા માટે અમે તમારા પર દબાણ કરતા નથી. જો તમે ઈચ્છો તો, 'જય શ્રી રામ'ને બદલે ફક્ત 'ભારત માતા કી જય' કહી શકો છો."
ભૂતપૂર્વ પીએ (PA) ચંદ્રનાથની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
આ ચૂંટણીને તેમના ભૂતપૂર્વ પીએ, સ્વર્ગસ્થ ચંદ્રનાથ રાઠની નિર્દય હત્યા સાથે જોડતા, શુભેન્દુ અધિકારીએ મતદારોને આ ચૂંટણીનો ઉપયોગ "લોકશાહી બદલા"ના માધ્યમ તરીકે કરવા આહ્વાન કર્યું.હસીરાની રાઠ એ ચંદ્રનાથ રાઠનાં માતા છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોના બીજા જ દિવસે એટલે કે 6 મેના રોજ કોલકાતા નજીક ચંદ્રનાથની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
શુભેન્દુએએ આરોપ લગાવ્યો કે ચંદ્રનાથનો એકમાત્ર "ગુનો" તેમની સાથેની નિકટતા હતી. તેમણે જણાવ્યું હતું કે ચંદ્રનાથના એક સહયોગીએ ₹2 કરોડની સોપારી (કોન્ટ્રાક્ટ) આપીને યુપીના શૂટર્સ અને બિહારના મુંગેરના શખ્સો મારફતે આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું; આ માટેની રકમ 'ભાઈપો ગેંગ' (અભિષેક બેનર્જી તરફનો પરોક્ષ સંકેત) દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
તેમણે દાવો કર્યો હતો કે સીબીઆઈએ આ મામલે 90% તપાસ પૂર્ણ કરી લીધી છે અને અનેક ધરપકડ પણ થઈ ચૂકી છે. હવે માત્ર આ કેસ સાથે 'ડાયમંડ હાર્બર કંપની'ને ઔપચારિક રીતે જોડવાનું બાકી છે. તેમણે ઉમેર્યું, "ચંદ્રનાથની હત્યાનો લોકશાહીપૂર્ણ જવાબ 6 ઓક્ટોબરે ઈવીએમ (EVM) પર બટન દબાવીને આપવો જોઈએ."
ટીએમસી (TMC) હવે અસ્તિત્વમાં નથી.- શુભેન્દુ અધિકારી
મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીનું સ્પષ્ટ નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કરતા શુભેન્દુએ ટિપ્પણી કરી હતી કે રાજ્યમાંથી તૃણમૂલનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. તૃણમૂલના બે જૂથો (મમતા બેનર્જી જૂથ અને અરૂપ રોય જૂથ) માટે અલગ-અલગ નામ અને ચૂંટણી ચિહ્નો ફાળવવાના ચૂંટણી પંચના નિર્ણયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું: