પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સોમવારે સવારે તારાપીઠ પોલીસ સ્ટેશન નજીક આવેલી એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. શ્રાવણના સોમવાર નિમિત્તે હોટલ યાત્રાળુઓથી ભરેલી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી
https://twitter.com/ANI/status/2089204564864254183
શ્રાવણનો સોમવાર હોવાથી હોટલ યાત્રાળુઓથી સંપૂર્ણપણે ભરેલી હતી
શ્રાવણનો સોમવાર હોવાથી હોટલ યાત્રાળુઓથી સંપૂર્ણપણે ભરેલી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જ્યારે ઘણા લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે
દરમિયાન સ્થાનિક લોકોમાં આશંકા છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ઘટનાસ્થળે રાહત અને અગ્નિશમન કામગીરી ચાલી રહી છે.