પશ્ચિમ બંગાળના પેરૂલિયામાં શુક્રવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો તે ઘટનાસ્થળે 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માત પેરૂલિયા-જમશેદપુર રાષ્ટ્રીય રાજમાર્ગ-18 પર થયો હતો. બોલેરો સાથે ટ્રેલર અથડાતા 9 લોકો મોતને ભેટ્યા હતા.


અકસ્માત બાદ બોલેરો વાહનને ખૂબ નુકસાન થયું

મળતી માહિતી મુજબ, બોલેરો વાહનમાં મુસાફરી કરી રહેલા તમામ 9 લોકો પુરુલિયાના બારાબજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અદાબાના ગામથી ઝારખંડના નિમડી પોલીસ સ્ટેશન વિસ્તારના તિલાઈતાન તરફ લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. રસ્તામાં નામશોલ વિસ્તારમાં એક હાઇ સ્પીડ ટ્રેલર તેમના વાહનની સામે આવી ગયું અને તેને જોરદાર ટક્કર મારી.

પોલીસે ટ્રેલર કબજે કર્યું છે 

અકસ્માત બાદ બોલેરો વાહનને ખૂબ નુકસાન થયું. તમામ ઘાયલોને તાત્કાલિક સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ડોક્ટરોએ તમામ 9 લોકોને મૃત જાહેર કર્યા. ઘટના બાદ વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. પોલીસે ટ્રેલર કબજે કર્યું છે અને કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

તમામ નવ મુસાફરોને મૃત જાહેર કરવામાં આવ્યા

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તમામ નવ મુસાફરોને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ટ્રકને કબજે કરી કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારોને જાણ કરવામાં આવી છે.

  • Follow us on: