મહાકાલની નગરી ઉજ્જૈનમાં સ્થિત ‘ઉભા હનુમાન’ મંદિર હાલ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સિંહસ્થ ૨૦૨૮ની તૈયારીઓના ભાગરૂપે કંથાલથી છત્રી ચોક સુધીના માર્ગના પહોળાકરણ માટે વહીવટીતંત્રે આ મંદિરને ટાંકી ચોક નજીક નવા સ્થળે ખસેડવાની યોજના બનાવી છે. જોકે, પ્રતિમા ખસેડવાના પ્રયાસો વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને ભક્તોની વધતી ભીડને કારણે મામલો ગરમાયો છે.

ખડે હનુમાનની પ્રતિમા કેમ ના હલી, આ છે કારણ

મંદિર સ્થાનાંતરણ સામે સ્થાનિકો અને ભક્તોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. દિશા બદલાવાનો વિરોધના કારણે ખડે હનુમાનજીની પ્રતિમાં પોતાની જગ્યા પરથી ટસથી મસ ના થઈ. એવું કહેવાય છે કે હાલના મંદિરમાં હનુમાનજીની પ્રતિમા દક્ષિણમુખી છે, જ્યારે નવા મંદિરમાં તેમનું મુખ ઉત્તર તરફ રહેશે. ભક્તોનું માનવું છે કે દેવતાની દિશા બદલવાથી તેમની કૃપા અને શ્રદ્ધા પર અસર પડે છે.  12 દિવસ બાદ જેસીબી અને બુલડોઝરના દબાણ કરવા છતાં ખડે હનુમાનજીને હલાવી ના શકવાને સ્થાનિકો ચમત્કાર માને છે. શ્રદ્ધાળુઓ કહે છે કે તેઓ આ મંદિરને અત્યંત ચમત્કારી માને છે, જ્યાં મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વિવિધ સમસ્યાઓમાંથી રાહત મળે છે.

ખડે હનુમાન પ્રતિમા વહીવટીતંત્ર અને પૂજારીનું વલણ

મંદિરના પૂજારી મહેશ બૈરાગીના જણાવ્યા મુજબ, જો વહીવટીતંત્રે ધાર્મિક પરંપરાઓ અને સર્વસંમતિનું પાલન કર્યું હોત તો વિવાદ ઉભો ન થયો હોત. સોશિયલ મીડિયા પર રીલ્સ વાયરલ થયા બાદ મહાકાલના દર્શને આવતા શ્રદ્ધાળુઓ પણ હવે મોટી સંખ્યામાં ઉભા હનુમાનના દર્શને પહોંચી રહ્યા છે. પૂજારીનું કહેવું છે કે  ભક્તોનો તર્ક છે કે અત્યાર સુધીમાં વિકાસ માટે ૬૦થી વધુ મંદિરો ખસેડાયા છે, પરંતુ આ પ્રતિષ્ઠિત સ્થાનને તેના મૂળ સ્થાને રાખીને પણ માર્ગ પહોળો કરી શકાય છે.

ખડે હનુમાન પ્રતિમાનું IIT સ્કેનિંગ

પરિસ્થિતિને થાળે પાડવા માટે વહીવટીતંત્ર હવે IIT દ્વારા મંદિર અને પ્રતિમાનું સ્કેનિંગ કરાવવાની તૈયારી કરી રહ્યું છે, જેથી પ્રતિમાને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સ્થાનાંતરિત કરવાની શક્યતા ચકાસી શકાય. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે પ્રતિમા હટાવવા માટે કોઈ બળ કે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને સોશિયલ મીડિયા પર ચાલતી ભ્રામક વાતોથી દૂર રહેવા અપીલ કરી છે. ઉજ્જૈનમાં હનુમાન મંદિરના સ્થળાંતરનો મુદ્દો હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે. નિષ્ણાતો હનુમાન મૂર્તિ કેમ અચલ રહી છે તેનું રહસ્ય ઉકેલવા માટે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, મંદિરને બચાવવા માટે એક આંદોલન ઉભરી આવ્યું છે. આ દરમિયાન, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવને પત્ર લખીને મંદિર ન ખસેડવા વિનંતી કરી છે.

લંગૂર દેખાતા શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત

સતી દરવાજા પાસે આવેલું પ્રખ્યાત ‘ખાડે હનુમાન મંદિર’ અત્યારે ભારે ચર્ચામાં છે. મંદિર તોડી પાડવાની આશંકા દર્શાવતા વીડિયો વાયરલ થતા હંગામો મચ્યો છે. દરમિયાન, મંદિર સંકુલ અને તેની આસપાસ અચાનક મોટી સંખ્યામાં લંગુર (વાંદરાઓ) આવી પહોંચતાં શ્રદ્ધાળુઓમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જાગી છે. દર્શનાર્થે આવતા લોકો આ ઘટનાને શ્રદ્ધા સાથે જોડી રહ્યા છે. જોકે, મંદિર નજીક અચાનક લંગુરોની હાજરી અંગે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.


આ પણ વાંચો : Hanuman Anshનો બોક્સ ઓફિસ પર જલવો! હવે UP સરકારે નીમ કરોલી બાબાને લઈને કરી આ મોટી જાહેરાત