સંસદનું શિયાળુ સત્ર આજથી  1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થશે. શિયાળુ સત્ર 19  ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. 19 દિવસમાં સંસદ 15  વખત મળવાની છે. આ 18મી લોકસભાનું છઠ્ઠું સત્ર છે. શિયાળુ સત્ર દરમિયાન પરમાણુ ઉર્જા સહિત દસ નવા બિલ રજૂ કરવામાં આવી શકે છે. SIR મુદ્દા પર હોબાળો થવાની શક્યતા છે. ત્યારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયા પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું. 

કેટલાક પક્ષો હારથી પરેશાન- પીએમ મોદી 

તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે શીતકાલીન સત્ર દેશને વિકાસ અને ઉર્જાથી ભરશે. રાષ્ટ્રની પ્રગતિના પ્રયાસને ઉર્જા આપશે. બિહારમાં રેકોર્ડ બ્રેક વોટિંગ લોકતંત્રની જીત દર્શાવે છે.  ભારતે લોકતંત્રને જીવ્યું છે. રાષ્ટ્રને ઝડપથી વિકસિત કરવાનું છે. કેટલાક દળો એવા છે જે પરાજયથી પરેશાન છે. પણ વિપક્ષ હવે પરાજયની નિરાશામાંથી બહાર આવવુ જોઇએ. તેઓએ પરાજયને કાણે બોખલાઇ ન જવુ જોઇએ. તો બીજી તરફ એમ પણ કહ્યું કે વિજય થયો એટલે અહંકારમાં પણ ન આવી જવું..

પીએમ મોદીની વિપક્ષને સલાહ 

પીએમ મોદીએ વધુમાં ક્હ્યું કે સદનમાં નાટકો નહી કરવાના.. તમારા મુદ્દાઓની રજૂઆત એટલેકે તેની ડિલીવરી પર ધ્યાન આપવું જોઇએ.  નાટકો કરવા માટે સદન નહી.. અન્ય ઘણી જગ્યાઓ છે. નારા નહી પણ નીતિઓ પર બળ આપવું જોઇએ. વિપક્ષે પોતાની ભૂમિકા નિભાવવાની છે. સદનમાં નવા સભ્યોને અવસર મળવા જોઇએ. સંસદ હોબાળો કરવાની જગ્યા નથી. 

https://twitter.com/ANI/status/1995357462556471352

જેને નાટકો કરવા હોય તે કરે..પણ- પીએમ મોદી 

PM modiએ કહ્યું કે  રાજકારણમાં નકારાત્મકતા ઉપયોગી થઈ શકે છે. પરંતુ આખરે, રાષ્ટ્ર નિર્માણ માટે થોડી સકારાત્મક વિચારસરણી હોવી જોઈએ. હું અપેક્ષા રાખું છું કે તમે નકારાત્મકતાને મર્યાદામાં રાખો અને રાષ્ટ્ર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરો. જે કોઈ નાટક કરવા માંગે છે તે કરી શકે છે. અહીં નાટક નહીં પણ ડિલિવરી હોવી જોઈએ... ભાર નીતિ પર હોવો જોઈએ, સૂત્રો પર નહીં.

https://twitter.com/ANI/status/1995358342609612982


વધુ વાંચો-Sri Lanka floods: શ્રીલંકાની મદદે આવ્યુ ભારત.. મોકલી રાહત સામગ્રી, ચક્રવાત દિતવાહથી શ્રીલંકામાં તબાહી