ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા હાલમાં ISSમાં મિશન એક્સિઓમ 4 પર કામ કરી રહ્યા છે. વચ્ચે વચ્ચે તેઓ ધરતી પર લોકો સાથે સંપર્ક પણ સાધી રહ્યા છે. તેમણે થોડા દિવસ પહેલા જ ISSથી લખનૌ અને કેરળના સરકારી શાળાના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. આજે તેઓએ અંતરિક્ષમાં પોતાના વીક ઓફ સેલિબ્રેટ કરીને પરિવાર સાથે વાતચીત કરી. ત્યારે આવો જાણીએ શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં કેવી રીતે એન્જોય કરે છે વીક ઓફ. અને પરિવાર સાથે તેમણે શું વાતચીત કરી.


અંતરિક્ષમાં શુભાંશુ શુક્લાનો પહેલો વીક ઑફ

શુભાંશુ શુક્લાને અંતરિક્ષમાં ગયે એક અઠવાડિયુ થયું. તેઓએ આજે વીક ઓફ હોવાથી પૃથ્વી પર પરિવાર સાથે વાતચીત કરી. તેમણે પરિવાર સાથે નોર્મલ વાતચીત કરી અને ત્યારબાદ તેઓ એક્સિમ -4ના કામકાજમાં લાગી ગયા. એક્સિઓમ સ્પેસના સત્તાવાર બ્લોગમાં Axiom-4ની ટીમને ડોકિંગ પછી બુધવાર સુધીમાં 113 વખત પરિક્રમા પુરી કરી લીધી. બુધવારે શુભાંશુ શુક્લાની સાથે Axiom-4ની ટીમએ ઓફ ડ્યૂટીનો આનંદ લીધો.


મહત્વનું છે કે શુભાંશુ શુક્લાએ કેરળના સરાકરી સ્કૂલોમાં 200 વિદ્યાર્થીઓ સાથે વાત કરી. સ્પેસમાં રહેવાનો અનુભવ શેર કર્યો. શુભાંશુ શુક્લાએ પોતાના વતન લખનૌમાં પણ સ્કૂલના વિદ્યાર્થીઓ સાતે વાત કરી. કેરળના ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી. વિદ્યાર્થીઓને શુભાંશુ શુક્લા સાથે વાત કરવા માટે 10 મિનિટનો સમય મળ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્પેસ લાઇફને લઇને સવાલો કર્યા. સ્પેસમાં કેવી રીતે જમો છો. ગેમ રમો છો કે નહી. સ્પેસમાંથી સૂરજ કેવો દેખાય છે વગેરે સવાલોના શુભાંશુએ જવાબ આપ્યા. 

  • Follow us on: