ભારત અને અમેરિકાના સંબંધ ટેરિફને કારણે છેલ્લાં કેટલાય સમયથી તણાવમાં છે. ખરેખર, અમેરિકાએ ભારતીય નિકાસ પર 50 ટકા કસ્ટમ ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે. જેમાં 25 ટકા ટેક્સ 7 ઓગસ્ટથી જ લાગુ કરી દેવામાં આવ્યો હતો. તો બચેલો 25 ટકા ટેક્સ આજ રાત્રિથી લાગુ થશે. ટ્રમ્પના આ એલાન બાદથી બંને દેશો વચ્ચે દૂરી આવી ગઇ છે. તેમ છતાં ભારતને હજુ પણ વિશ્વાસ છે કે જલ્દી જ આવી પરિસ્થિતિઓમાં સુધાર આવશે.
આજથી 50 ટકા ટેરિફ લાગુ
મળતી માહિતી પ્રમાણે ભારતના પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શ્રૃંગલાએ ટ્રમ્પ ટેરિફ લાગુ થયા બાદ બંને દેશોને લઇને મોટું નિવેદન આપ્યુ છે. તેમણે વર્જીનિયામાં એક કાર્યક્રમમાં બોલતા કહ્યુ કે આ સ્થિતિ અસ્થાયી છે અને બંને દેશો વચ્ચે જલ્દી જ વેપાર સમજોતા પર આગળ વધશે. તેમણે એમ પણ કહ્યુ છે કે, અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફ ચિંતાનુ કારણ અવશ્ય છે, પરંતુ તેનાથી બંને દેશોની નિવ નબળી નહીં પડે.
નિકાસ પર ખશે અસર
વર્જીવિયાના રેસ્ટનમાં બોલતા પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ કે, આજથી 50 ટકા ટેરઇફ લાગુ થયો છે.તેમણે ટેરિફને લઇને કહ્યુ કે, અમે તેની અસરને ઓછી કરવા પર કામ કરી રહ્યા છીએ. તેમણે વિશ્વાસ આપતા કહ્યુ કે ભારત તેનો વિકલ્પ તૈયાર કરી રહ્યો છે. આ ક્રમમાં ભારતે ઓસ્ટ્રેલિયા, યુએઇ અને બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સમજોતો કર્યો છે અને યુરોપીય સંઘની સાથે સમજૂતી પણ લગભગ અંતિમ ચરણમાં છે. એનો મતલબ છે કે આપણે નિકાસને આ બજારો સુધી પહોચાડી શકીએ છીએ.
અમેરિકા સાથેના સંબંધો પર કોઈ અસર નહીં
આ દરમ્યાન પૂર્વ વિદેશ સચિવે ભારત-અમેરિકા સંબંધોને લઈને પણ અભિપ્રાય આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માત્ર વેપાર પૂરતા મર્યાદિત નથી. અમેરિકા સાથેના અમારા સંબંધો સૌથી વ્યાપક અને બહુઆયામી છે, જે અન્ય કોઈ પણ દેશ સાથે કરતાં વધુ મજબૂત છે. આ સંબંધોની મજબૂતીનો આધાર અમારા સાંઝા મૂલ્યો અને સિદ્ધાંતો છે, જે આપણા સંબંધોમાં આવતા ઉતારચઢાવને પાર પાડવામાં મદદ કરશે. તેમણે સર્જિઓ ગોરની અમેરિકા તરફથી ભારત માટે રાજદૂત તરીકે નિમણૂકને હકારાત્મક પગલું ગણાવ્યું. શ્રૃંગલાએ કહ્યું કે, આ બંને દેશો વચ્ચે સકારાત્મક ઊર્જા લાવશે.
મોદી અને ટ્રમ્પ વચ્ચે વિશેષ નજીકની મિત્રતા
શ્રૃંગલાએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ નજીકનો અને વિશેષ સંબંધ રહ્યો છે. તેમણે કહ્યું કે ઘણી બેઠકમાં એ સ્પષ્ટ રીતે જણાયું છે. ઘણા પ્રસંગો પર હું પોતે હાજર રહ્યો છું. આ જોડાણ આજનું નથી, પણ ત્યારે શરૂ થયું હતું જ્યારે ટ્રમ્પનો પહેલો કાર્યકાળ હતો અને હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો યોજાયા હતા.










