આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ત્યારે દેશભરમાં યોગ દિવસની સામૂહિક ઉજવણી કરવામાં આવી છે, PM મોદીએ વિશાખાપટ્ટનમમાં યોગ કર્યા છે, અને ત્રણ લાખ લોકો સાથે PM મોદીએ યોગ કર્યા, દેશભરમાં 1300 સ્થળોએ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, PM મોદી સાથે 25000 વિદ્યાર્થીઓએ કર્યા યોગ અને 25000 વિદ્યાર્થીઓના 108 મિનિટ સુધી સૂર્ય નમસ્કાર કર્યા.
ખુશી છે આપણે વિશાખાપટ્ટનમમાં છીએ : PM
પીએમ મોદીએ કહ્યું કે, યોગે આખા વિશ્વને જોડ્યુ છે અને યોગને પુરી દુનિયામાં સર્મથન છે, યોગ લોકોના જીવવનો ભાગ છે અને "યોગા ફોર વન અર્થ, વન હેલ્થ', યોગ લોકોના જીવનનો હિસ્સો બન્યું, યોગથી શાંતિની દિશા મળે છે અને યોગ બધા માટે અને બધાના છે, યોગ અને વેલનેસ મંત્ર આગળ વધી રહ્યો છે.
ભોજનમાં 10 ટકા તેલ ઓછું કરવાની ચેલેન્જઃ PM
પીએમ મોદીએ કહ્યું કે, હું થી અમેની યાત્રાથી સમરસતા વધે છે અને દેશવાસીઓને ખાવામાં તેલ ઓછું કરવાની ચેલેન્જ છે, યોગને એક જનઆંદોલન બનાવીએ અને આંદોલન જે વિશ્વને શાંતિ અને સમરસતા તરફ લઇ જાય છે, યોગ માનવતાને એકસૂત્રમાં પરોવે છે.
વૃક્ષો જે આપણને પોષણ આપે છે : PM
આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' છે. આ થીમ એક ગહન સત્યને પ્રતિબિંબિત કરે છે: પૃથ્વી પરની દરેક વસ્તુનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે. માનવ સુખાકારી એ જમીનના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે જેમાં આપણો ખોરાક ઉગે છે, નદીઓ જે આપણને પાણી પૂરું પાડે છે, પ્રાણીઓ જે આપણા ઇકોસિસ્ટમનો ભાગ છે અને છોડ અને વૃક્ષો જે આપણને પોષણ આપે છે.