નેપાળમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનને લઇને સીતામઢીથી લઇને ભારત-નેપાળ સીમા પર સુરક્ષા વધારવામાં આવી છે. આ સાથે જ બોર્ડર પર પૂરી રીતે સીલ કરી દેવામાં આવ્યુ છે. બંને દેશોના લોકોની અવર જવર પર પણ રોક લગાવી દેવામાં આવી છે. પોલીસ અને એસએસબી મળીને તપાસ અભિયાન ચલાવી રહ્યા છે.


અનેક વિસ્તારોમાં વધારાઇ સુરક્ષા

સીતામઢી જિલ્લાના ભારત-નેપાળ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. સરહદને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે અને અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોલીસ અને એસએસબી (SSB) મળીને પેટ્રોલિંગ અને તલાશી અભિયાન ચલાવી રહી છે.સીતામઢીના પોલીસ અધિક્ષક અમિત રંજનએ સરહદ સાથે જોડાયેલા સોનબરસા, ભીઠ્ઠામોડ, મેજરગંજ અને બૈરગનિયા જેવા વિસ્તારોમાં પણ એલર્ટ વધારવાની સૂચના આપી છે. સીતામઢી પોલીસ અને એસએસબીની ટીમો સંદિગ્ધ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સંયુક્ત અભિયાન ચલાવી રહી છે.

કફર્યુ સાથે પાબંદીઓ લાગુ કરી

સીતામઢી પોલીસ અને એસએસબી મળીને સરહદ પાસે સંદિગ્ધ લોકોની શોધખોળ કરી રહ્યા છે. એસપી અમિત રંજને સોનબરસા, ભીઠ્ઠામોડ, મેજરગંજ, બૈરગનિયા,સુપ્પી અને પરીહાર જેવા બોર્ડર પાસે આવેલા વિસ્તારોમાં પણ સુરક્ષા અને પેટ્રોલિંગ વધારવાનો આદેશ આપ્યો છે.આપને જણાવી દઇએ કે નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર નિયંત્રણ લાવવા માટે કેટલાક કડક પગલાં લીધા હતા, જેના વિરોધમાં પ્રદર્શન શરૂ થયાં. આ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું, જેમાં ઘણા વિસ્તારોમાં આગચંપી, તોડફોડ અને અથડામણો થઇ. સ્થિતિ બગડતા નેપાળની સેનાએ દેશનો કાબૂ પોતાના હાથમાં લઈ લીધો. સાથે જ કર્ફ્યુ અને કડક પાબંદીઓ લાગુ કરી દીધી.

  • Follow us on: