PM મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે ફોન પર વાતચીત કરી અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા પર ચિંતા વ્યક્ત કરી છે. આ હુમલામાં હમાસના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. વડાપ્રધાને આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી અને કહ્યું કે ભારત હંમેશા કતારની સંપ્રભુતાનું સન્માન કરે છે.
કતારે આ હુમલાને કાયરતાપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ગણાવ્યો
તેમને વધુમાં કહ્યું કે ભારત વાતચીત અને કૂટનીતિના માધ્યમથી સમસ્યાઓના સમાધાનનું સમર્થન કરે છે અને વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાના પક્ષામાં ઉભું છે. તેમને તમામ પ્રકારના આતંકવાદ વિરૂદ્ધ ભારતની દૃઢ પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલે 9 સપ્ટેમ્બરે દોહાના જિલ્લામાં એક આવાસ પર હવાઈ હુમલો કર્યો. જેમાં હમાસના વરિષ્ઠ નેતાઓને નિશાનો બનાવવામાં આવ્યા હતા. કતારે આ હુમલાને કાયરતાપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ગણાવતા તેની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે પણ તેને કતારની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈઝરાયેલના હુમલાની કરી નિંદા
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ હુમલાની નિંદા કરી અને કહ્યું કે આ હુમલાની થોડા સમય બાદ જાણકારી મળી છે. તેમને કહ્યું કે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ આ હુમલામાં અમેરિકી સમર્થનની વાત કરી હતી, જે ખોટી વાત છે. વ્હાઈટ હાઉસે પણ આ હુમલાથી પોતાને અલગ કર્યું છે અને તેને એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે. આ હુમલાએ ક્ષેત્રીય સ્થિરતાને પ્રભાવિત કર્યો છે અને કતારની ભૂમિકાને લઈ સવાલ ઉઠાવ્યા છે, કારણ કે કતારે ગાઝા સંઘર્ષમાં મધ્યસ્થતાની ભૂમિકા નિભાવી છે.










