વડાપ્રધાન મોદી હાલમાં ઈઝરાયેલના પ્રવાસે પહોંચ્યા છે. ભારતીય સમય મુજબ તેઓ આજે સાંજે ઈઝરાયેલ પહોંચ્યા છે. જ્યાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમની પત્નીએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું છે. ઈઝરાયેલના વડાપ્રધાન અને તેમના પત્ની ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારે હાલમાં વડાપ્રધાન મોદી ઈઝરાયેલની સંસદમાં પહોંચ્યા છે અને ત્યાં સંબોધન કરી રહ્યા છે. 


હમાસ પર વડાપ્રધાન મોદીએ કર્યા આકરા પ્રહારો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 7 ઓક્ટોબરના નરસંહારના દુ:ખનો અનુભવ કરૂં છું. હમાસનું નામ લઈને વડાપ્રધાન મોદીએ આતંકવાદની વિરૂદ્ધ અવાજ બુલંદ કર્યો. તેમને કહ્યું કે નિર્દોષ નાગરિકોની હત્યા સહન કરવામાં નહીં આવે. આતંકવાદ પર ઝીરો ટોલરન્સ હોવો જોઈએ. તેની વિરૂદ્ધ દુનિયાનો અવાજ એક હોવો જોઈએ. ગાઝા શાંતિ પ્રયાસ એક નવી પહેલ છે. શાંતિનો રસ્તો હંમેશા સરળ હોતો નથી. 

યહૂદી સમુદાય ભારતમાં ડર વગર રહે છે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાને કહ્યું કે આતંકવાદ પર ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. આતંકવાદ પર બેવડું વલણ ક્યારેય સહન કરવામાં નહીં આવે. અમારી આતંકવાદ પર ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારત ક્ષેત્રીય સ્થિરતા અને શાંતિના પક્ષમાં છે. ભારત અબ્રાહમ અકોર્ડના સમર્થનમાં છે. યહૂદી સમુદાય ભારતમાં કોઈ ડર વગર રહે છે. યહૂદી સમુદાયે ભારતને સમૃદ્ધ કર્યું છે.  

અમારા માટે સમગ્ર વિશ્વ એક પરિવાર: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલની સંસદમાં સંબોધન કરતા દરમિયાન કહ્યું કે ભારત ઝડપી જ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. અમે દુનિયામાં ઈકોનોમી કોરિડોર બનાવી રહ્યા છે. ભારતમાં દુનિયાની સૌથી મોટી AI સમિટ યોજાઈ, અમારા માટે સમગ્ર દુનિયા એક પરિવાર છે. 

વડાપ્રધાન મોદીને ઈઝરાયેલની સંસદના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા

ઈઝરાયેલની સંસદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'Speaker of the Knesset Medal' એનાયત કરવામાં આવ્યો છે. આ કનેસેટનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. આ મેડલ વડાપ્રધાન મોદીના વ્યક્તિગત નેતૃત્વ હેઠળ ભારત અને ઈઝરાયેલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવામાં આપેલા વિશિષ્ટ યોગદાનની માન્યતા રૂપે આપવામાં આવ્યો છે. આ સન્માન બંને દેશો વચ્ચે વધતી મિત્રતા, સહકાર અને વિશ્વાસના પ્રતિબિંબ રૂપે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Cyclone Horacio Update: હિંદ મહાસાગરમાં ઉદ્ભવેલું ઉષ્ણકટિબંધીય ચક્રવાત હોરાસિયો સુપર ટાયફૂન બન્યુ


  • Follow us on: