રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું ઔપચારિક સ્વાગત કરાયુ હતુ.
ભારત પ્રવાસે રાષ્ટ્રપતિ પુતિન
રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું ઔપચારિક સ્વાગત કરાયુ હતુ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ અને પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યુ હતુ. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને 21 તોપની સલામી અપાઇ હતી. બાદમાં પુતિને પરેડ નિરીક્ષણ કર્યા પછી રાજઘાટ પહોંચ્યા હતા. અને બાપૂની સમાધિ પર નમન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
https://twitter.com/ANI/status/1996821042816585869
https://twitter.com/ANI/status/1996826598327353703
https://twitter.com/ANI/status/1996827882681987420
હૈદરાબાદ હાઉસમાં બેઠક
હૈદરાબાદ હાઉસ દિગ્ગજ નેતાઓ માટે બેઠક કરવા ઉત્તમ સ્થાન ગણાય છે. અહીં પુતિન અને પીએમ મોદી વચ્ચે દ્રીપક્ષીય વાતચીત થઇ હતી. અહીં પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, પુતિને પોતાના ભવિષ્યનું વિઝન રજૂ કર્યુ છે. ભારત શાંતિ પ્રયાસો માટે હમેંશા કટીબદ્ધ છે. જુની મિત્રતા યાદ કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, રશિયા સાથે 25 વર્ષ જુના સંબંધો છે. જે સમય સાથે મજબૂત થઇ રહ્યા છે. તો આ તરફ, પુતિને કહ્યુ હતુ કે, ભારત શાંતિનું પક્ષઘર છે. ભારતમાં ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છું. પુતિને વધુમાં કહ્યુ હતુ કે, મોદી સાથે મારી વિશેષ લાગણી જોડાયેલી છે.
મુલાકાતનો બીજો અને અંતિમ દિવસ
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત પ્રવાસે છે. પીએમ મોદીએ તેમનું પાલમ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. ત્યારબાદ, બંને નેતાઓ એક જ કારમાં પીએમ નિવાસસ્થાને ગયા હતા. પીએમ મોદીએ પુતિનના સન્માનમાં એક ખાનગી રાત્રિભોજનનું આયોજન કર્યું હતુ. જેમાં તેમને રશિયન ભાષામાં લખેલી ગીતા ભેટમાં આપવામાં આવી હતી. પીએમ મોદી અને પુતિન વચ્ચે આજે મુલાકાતનો બીજો અને અંતિમ દિવસ છે.
