ભારતના યોગ અને સંસ્કૃતિની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. હવે યોગ આચાર્ય રવિ ઝાએ દુનિયાના મંચ પર ભારતનો ઝંડો બુલંદ કર્યો છે. યોગ આચાર્ય રવિ ઝાએ દુબઈના પ્રતિષ્ઠિત ઈન્ડિયા ક્લબમાં આયોજીત એક વિશેષ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સતત 24 કલાક ચાર મિનિટ સુધી પાણીની અંદર યોગ કરીને નવી સિદ્ધિ મેળવી છે. આ પછી યોગા આચાર્ય રવિ ઝાની આ સિદ્ધિની સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે. તેમની આ સિદ્ધિ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવી છે. 


તેમણે આ સિદ્ધિ 23 ઓક્ટોબર 2021માં દુબઈના કેસીએસ ફાઉન્ડેશનના એન્યુઅલ ફંક્શનમાં મેળવી છે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક કેસીએસ ફાઉન્ડેશન હતું. આ સંસ્થાના કર્તાધર્તાના કહ્યા પ્રમાણે આ પ્રકારના આયોજનથી યુવાનોની કલ્પના અને આકાંક્ષાઓને બળ મળે છે.  

આ સિવાય મહાકુંભ 2025 દરમિયાન પણ યોગ આચાર્ય રવિ ઝાએ એક અનોખી સિદ્ધિ મેળવી હતી. તેમણે એક ઐતહાસિક સંકલ્પ કરીને 1008 ડુબકીઓ લગાવી હતી. યોગ અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવેલી તેમની આ પહેલથી ઘણા લોકો પ્રેરિત થયા હતા. 

તમને જણાવી દઈએ કે યોગ આચાર્ય રવિ ઝા એક જાણીતા યોગગુરુ અને આધ્યાત્મિક સાધક છે. તેમની પહેલ અને યોગ્યતા વખાણવા લાયક છે. તેમણે યોગના ક્ષેત્રમાં ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. દેશ અને ધર્મની પ્રતિષ્ઠાને આંતરાષ્ટ્રીય લેવલ પર ગૌરવ અપાવ્યું છે. 




  • Follow us on: