દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ મામલે સીબીઆઇ કેસમાં જામીન પર મુક્ત થયા છે. તેવામાં તેમણે પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરતા પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. રવિવારે તેમણે કહ્યું હતું કે બે દિવસમાં જ તેઓ રાજીનામુ આપશે. સાથે એમ પણ કહ્યું કે આપ માંથી જ કોઇ હશે તે મુખ્યમંત્રી બનશે. ત્યારે કોણ મુખ્યમંત્રીની રેસમાં છે. કયા નામ પર મહોર લાગશે આવો જાણીએ.
અહેવાલોનું માનીએ તો 6 નામોની પર ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જેમાંથી કોઇ એક નામને મંજૂરી મળે તેવી શક્યતા છે. જો કે કોણ હશે સીએમ તેની પર મંગળવારે નામ ફાઇનલ થઇ જશે. મંગળવારે AAP ધારાસભ્ય દળની બેઠક મળશે તેમા સીએમ ના નામની જાહેરાત કરાશે.

દિલ્હી સીએમની રેસમાં કોણ આગળ?
  • આતિશી
  • સુનીતા કેજરીવાલ
  • રાઘવ ચઢ્ઢા
  • ગોપાલ રાય
  • કૈલાશ ગેહલોત
  • સૌરભ ભારદ્વાજ

આ લોકો કરશે મુખ્યમંત્રીની પસંદગી
  • અરવિંદ કેજરીવાલ
  • ભગવંત માન
  • સંજય સિંહ
  • મનીષ સિસોદિયા
  • સંદીપ પાઠક
  • ગોપાલ રાય
  • આતિશી
  • દુર્ગેશ પાઠક
  • એનડી ગુપ્તા
  • પંકજ ગુપ્તા
  • રાઘવ ચઢ્ઢા
  • ઈમરાન હુસૈન
  • રાખી બિડલાન

બીજેપીને લઇને જનતામાં નારાજગી- સૌરભ ભારદ્વાજ
આ દરમિયાન સૌરભ ભારદ્વાજે કહ્યું દિલ્હીના લોકોમાં એવી ઉત્સુકતા છે કે લોકો ઇચ્છે છે કે આવતીકાલે જ ચૂંટણી થાય અને ફરી અરવિંદ કેજરીવાલને સીએમ બનાવે. બીજેપીને લઇને જનતામાં નારાજગી છે. સૌરભ ભારદ્વાજે વધુમાં કહ્યું કે ઘણા લોકો કહે છે કે સત્યયુગમાં એવું સાંભળવામાં આવ્યું હતું કે રામ મર્યાદાના નામે 14 વર્ષ સુધી વનવાસ પર ગયા હતા. આજે કેજરીવાલે એવું જ કર્યું છે. તે ભગવાન નથી. પરંતુ સત્યયુગ પછી આવું પહેલીવાર બન્યું છે. 17 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે. રાજીનામું સ્વીકારાયા બાદ ધારાસભ્યોની બેઠક મળશે જેમાં નેતાઓની પસંદગી કરવામાં આવશે. અને તેઓ ફરીથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

  • Follow us on: