- કાફે બ્લાસ્ટ અંગે NIAને મળ્યા અનેક પુરાવા
- ફરાર હુમલાખોરની ધરપકડ માટે રોકડ ઈનામની કરી જાહેરાત
- પોલીસને મહત્વના પુરાવાઓ મળ્યા છે: પરમેશ્વરા
કર્ણાટકની રાજધાની બેંગલુરુ સ્થિત રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી છે. આ દરમિયાન NIAએ એક તસવીર જાહેર કરી છે. NIAએ શંકાસ્પદનો ફોટો જાહેર કર્યો છે. એજન્સીએ કહ્યું કે શંકાસ્પદ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
કર્ણાટકના બેંગ્લોરમાં રામેશ્વરમ કેફેમાં 1 માર્ચે બપોરે 1 વાગ્યે અચાનક કેફેની અંદર ભીષણ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. દરમિયાન, આ કેસની માહિતી આપતાં પોલીસે તેને IED બ્લાસ્ટ ગણાવ્યો હતો. ઘટનાની તપાસ કરી રહેલી એજન્સીએ દાવો કર્યો છે કે, કેપ પહેરેલા ગ્રાહકે કેફેની અંદર એક બેગ છોડી દીધી હતી, ત્યારબાદ કેફેમાં ભીષમ બ્લાસ્ટ થયો હતો.













