• આતંકી-ખાલિસ્તાનીઓની ખેર નહી
  • NIAએ બોલાવી મહત્વની બેઠક 
  • અમિતશાહ બેઠકમાં રહેશે ખાસ હાજર 

છેલ્લા ઘણા સમયથી આતંકવાદી અને ખાલિસ્તાની પ્રવૃત્તિઓ સામે આવી રહી છે. ત્યારે હવે ભારત સરકારે આતંકવાદી અને ખાલિસ્તાનીઓ સામે કડક કાર્યવાહી કરવા કમર કસી છે. NIAએ ખાલિસ્તાની અને આતંકવાદી ગતિવિધિઓ તેમજ ગેંગસ્ટરો સામે કડક કાર્યવાહી કરવા માટે એક મોટી બેઠક બોલાવી છે, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આતંકવાદ વિરોધી દળ (ATS)ના વડા પણ ભાગ લેશે.

શાહની શું હશે રણનીતિ ?

5 અને 6 ઓક્ટોબરે દિલ્હીમાં આ બેઠક યોજાશે. જેમાં ગૃહમંત્રી શાહ અને દેશભરના ATS ચીફ હાજર રહેશે. એનઆઈએની બેઠક 'એન્ટી ટેરર ​​કોન્ફરન્સ 2023'ના નામથી થઈ રહી છે.આ બેઠકમાં વિદેશી ધરતી પરથી ખાલિસ્તાની-આતંકવાદી અને ગેંગસ્ટરની સાંઠગાંઠ સામે કાર્યવાહી કરવાની રણનીતિ બનાવવામાં આવશે.

બેઠકમાં કોણ રહેશે હાજર

આ બેઠકમાં NIA ચીફ, ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ચીફ, RAW ચીફ અને રાજ્યોના ATSના વડાઓ હાજર રહેશે. મીટિંગની ખાસ વાત એ છે કે આ દરમિયાન IB, NIA અને ATS એકસાથે આવશે અને આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલી માહિતી એકબીજા સાથે શેર કરશે. હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ છે. ભારતે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની 'સંભવિત' સંડોવણીના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બન્યા છે.

  • Follow us on: