• હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં દરોડા
  •  NIAએ 20 સપ્ટેમ્બર, 2022ના રોજ આ મામલે સુઓ મોટુ સંજ્ઞાન લઈને કેસ નોંધ્યો હતો
  • આતંકવાદી ગેંગસ્ટર-ડ્રગ સ્મગલર્સ પર તવાઇ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે છ રાજ્યો હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં આતંકવાદી-ડ્રગ પેડલર-ગેંગસ્ટરની સાંઠગાંઠના મામલામાં 100 થી વધુ સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. આતંકવાદ વિરોધી એજન્સીએ રાજ્યના પોલીસ દળો સાથે મળીને બુધવારની વહેલી સવારથી જ સંદિગ્ધો સાથે જોડાયેલા પરિસર અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIAના દરોડા હજુ પણ ચાલુ છે. NIA દ્વારા ગયા વર્ષે નોંધાયેલા ત્રણ અલગ-અલગ કેસ (RC 37, 38, 39/2022/NIA/DLI)ના સંબંધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આતંકવાદી-ગેંગસ્ટર-ડ્રગ સ્મગલર્સ નેટવર્ક પર ગાળીયો

[[$googlead]]

[[$alsoread]]

એજન્સીએ આ વર્ષે 25 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી દીપક રંગાની ધરપકડ કરી હતી, જે મે 2022માં મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર RPG હુમલાનો મુખ્ય શૂટર હતો. 37/2022/NIA/DLI કેસમાં ધરપકડ કરાયેલ રંગા કેનેડા સ્થિત ગેંગસ્ટરથી આતંકવાદી બનેલા લખબીર સિંહ સંધુ ઉર્ફે લંડા અને પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટરથી આતંકવાદી બનેલા હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડાનો પણ નજીકનો સહયોગી છે.

 

મે 2022માં મોહાલીમાં આરપીજી હુમલામાં સામેલ

મે 2022માં મોહાલીમાં આરપીજી હુમલામાં સામેલ હોવા ઉપરાંત, દીપક હિંસક હત્યાઓ સહિત અન્ય અનેક આતંકવાદી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો. તે સક્રિયપણે રિંડા અને લાંડા પાસેથી ટેરર ​​ફંડ અને લોજિસ્ટિક સપોર્ટ મેળવતો રહ્યો છે. NIAએ 20 સપ્ટેમ્બર, 2022ના રોજ આ મામલે સુઓ મોટુ સંજ્ઞાન લઈને કેસ નોંધ્યો હતો. દેશના ઉત્તરીય રાજ્યોમાં લક્ષ્યાંકિત હત્યાઓ અને હિંસક ગુનાહિત કૃત્યોને અંજામ આપવા માટે વિદેશી-આધારિત આતંકવાદી સંગઠનો અને આતંકવાદી તત્વો સંગઠિત અપરાધી ગેંગના નેતાઓ અને સભ્યો સાથે નજીકના સંકલનમાં કામ કરી રહ્યા હોવાનું બહાર આવતાં તપાસ એજન્સીએ એફઆઈઆર નોંધાવી હતી.

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આતંકવાદી-ગેંગસ્ટર-ડ્રગ સ્મગલર્સ નેટવર્ક બંદૂક ચલાવનારાઓ, ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો ઉત્પાદકો અને સપ્લાયરોના વ્યાપક આંતર-રાજ્ય નેટવર્ક દ્વારા સરહદ પાર આતંકવાદી હાર્ડવેર જેમ કે હથિયારો, દારૂગોળાની પણ દાણચોરી કરતા હતા. વિસ્ફોટકો, IEDs વગેરેની દાણચોરીમાં ઉપયોગ થયો હતો. 

  • Follow us on: