- દેશમાં PFIના 12 સ્થળોએ NIA ના દરોડા
- UP, MP, રાજસ્થાનમાં NIAની છાપેમારી
- દિલ્હી NCR , મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડ્યા
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર મોટું એક્શન લીધું છે. તપાસ એજન્સીએ દિલ્હી NCR, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાનમાં PFI સાથે જોડાયેલા લોકોના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે.
દિલ્હીના હૌજ કાઝી પોલીસ સ્ટેશનના બલ્લીમારનમાં NIAના દરોડા ચાલી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હી-NCRમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. બીજી તરફ રાજસ્થાનના ટોંક સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. NIAએ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પણ દરોડા પાડ્યા છે. તમિલનાડુમાં મદુરાઈ સહિત અનેક સ્થળોએ PFI સાથે સંકળાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.
NIAની ટીમ જૂની દિલ્હીના બલ્લીમારનમાં આવેલી મુમતાઝ બિલ્ડિંગમાં સર્ચ કરી રહી છે. NIAની સાથે સ્થાનિક પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બિલ્ડિંગમાં ધાર્મિક સામગ્રી છાપવાનું કામ ચાલતું રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મુંબઈમાં વાહીદ શેખના ઘરે પહોંચી પોલીસ
NIAની ટીમે મુંબઈના વિકરોલીમાં PFI સાથે સંકળાયેલા વાહિદ શેખના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. જોકે, વાહિદ શેખ ગેટ નથી ખોલી રહ્યો. તેમનું કહેવું છે કે NIA અધિકારીઓએ તેમને ઓળખ કાર્ડ બતાવવું જોઈએ અને તેમને કાનૂની નોટિસ મોકલવી જોઈએ, ત્યારબાદ તેઓ તેમના વકીલ સાથે વાત કરશે. વાહિદ શેખ મુંબઈ હુમલામાં આરોપી હતો, જોકે, બાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં દરોડા
ઉત્તર પ્રદેશના લખનૌ, બારાબંકી, બહરાઈચ, સીતાપુર, હરદોઈમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. લખનૌના માડેગંજના બાડી પકરિયા વિસ્તારમાં ત્રણ ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. NIA ટીમની સાથે સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસની ટીમ પણ હાજર છે.