- ટેરર ફંડિંગ અને હથિયારો સપ્લાય કરવાના મામલે તપાસ
- આ આતંકી સંગઠનોને સીમા પારથી ડ્રોન દ્વારા હથિયારો પૂરા પાડવામાં આવ્યા હતા
- રાજૌરીમાં આતંકી સાથેનાં એન્કાઉન્ટર પછી આ પગલાં લેવામાં આવ્યા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મંગળવારે ટેરર ફંડિંગ તેમજ પાક. પ્રેરિત આતંકી કાવતરાંની તપાસ કરવાનાં મામલે જમ્મુ કાશ્મીરનાં 7 જિલ્લામાં 8 આતંકી સંગઠનોનાં 15 સ્થળો ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તે લશ્કર એ તોયબા, જૈશ એ મોહમ્મદ અને ટીઆરએફનાં 8 આતંકી સંગઠનો સાથે સંકળાયેલા હતા. આ આતંકી સંગઠનો સાથે જોડાયેલા લોકો કાશ્મીર ખીણમાં બોમ્બ, IED, રોકડ, ડ્રગ્સ તેમજ નાના હથિયારો એકઠા કરીને તે જુદાજુદા આતંકી સંગઠનોને આપવાનું કામ કરતા હતા. તેમને સીમા પારથી ડ્રોન દ્વારા હથિયારો પૂરા પાડવામાં આવ્યા હતા. રાજૌરીમાં આતંકી સાથેનાં એન્કાઉન્ટર પછી આ પગલાં લેવામાં આવ્યા છે.
કયા આતંકી સંગઠનો પર દરોડા










