નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. વિકસિત રાજ્યો માટે વિકસિત ભારત @2047 પર 10મી બેઠક યોજાઈ. આ બેઠક દ્વારા, આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ બેઠકથી પોતાને દૂર રાખ્યા છે. બેઠકમાં સમયબદ્ધ ધ્યેયો સાથે સ્થાનિક સ્તરે સમાવિષ્ટ વિઝન દસ્તાવેજ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
PM મોદીએ બેઠકમાં કહ્યુ હતુ દરેક રાજ્યમાં પર્યટન સ્થળોને વિકસાવાશે. 140 ભારતીયોનું સપનુ છે વિકાસ ભારત. વિકસીત ભારત દરેકનું સપનુ છે. ટીમ બનવાથી લક્ષ્ય પ્રાપ્ત થશે
આ રાજ્યોએ બેઠકથી અંતર રાખ્યું
કુલ મળીને, 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લઈ રહ્યા નથી, જેમાં પુડુચેરીના એન. રંગાસ્વામીનો પણ સમાવેશ થાય છે. જો આપણે રાજ્યોની વાત કરીએ તો, બિહાર, કર્ણાટક, પુડુચેરી, કેરળ, પશ્ચિમ બંગાળ છે. આ રાજ્યો બેઠકમાં હાજર ન રહેવાને કારણે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ, અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠક પહેલા જ દિલ્હી પહોંચી ગયા છે.
નીતિ આયોગની આ બેઠક દર વર્ષે યોજાય છે.
નીતિ આયોગની આ બેઠક દર વર્ષે યોજાય છે. તેમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો તેમજ અનેક કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે આ બેઠક 27 જુલાઈના રોજ યોજાઈ હતી.
ચંદ્રબાબુ નાયડુએ પ્રસ્તાવ રજૂ કર્યો
નીતિ આયોગની બેઠકમાં, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ 'વિકસિત ભારત @ 2047' ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ત્રણ પેટા-જૂથો બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પેટા-જૂથો GDP વૃદ્ધિ, વસ્તી વ્યવસ્થાપન અને AI આધારિત શાસન પર ધ્યાન કેન્દ્રિત કરશે. નાયડુએ પીપીપી પ્રોજેક્ટ્સ માટે કેન્દ્રને નાણાકીય સહાયની પણ વિનંતી કરી. પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશના સુધારાઓની પણ પ્રશંસા કરી.