• અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરતા લોકસભામાં બોલ્યા ટીએમસી સાંસદ
  • પીએમ મોદીએ આખરે ગૃહમાં કેમ નથી આવતા?: મહુઆ મોઇત્રા
  • અમે ચુપ રહોની સંહિતાને તોડવા આવ્યા છીએ: ટીએમસી સાંસદ

મોદી સરકાર ગુરુવારે એટલે કે આજે પોતાના બીજા કાર્યકાળમાં પહેલા વિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહી છે. લોકસભામાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાઈ કહ્યું કે વડાપ્રધાન થોડા તમને બેસીને સાંભળ્યા કરશે? તેઓ છેલ્લા દિવસે આવશે અને તમારા ધજાગરા ઉડાવીને જશે.

તેમણે કહ્યું કે મને ખબર નથી પડતી કે પીએમ મોદી કેમ ગૃહમાં નથી આવતા, જેના માટે તેમને ચૂંટવામાં આવ્યા છે. આ સરકારના વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ નથી. આ વિપક્ષી ગઠબંધન INDIA માટે વિશ્વાસ પ્રસ્તાવ છે.

મહુઆ મોઇત્રાએ કહ્યું કે અમે અહી આપણા ‘તમે પણ ચુપ રહો’ ગણતંત્રમાં સવાલ પૂછવા આવ્યા છીએ, જ્યાં વડાપ્રધાન એક રાજ્યપાલને કહે છે કે ‘ચુપ રહો’. આ સદનમાં ચૂંટાયેલા સાંસદ તરીકે અમને સતત ચુપ રહેવા માટે કહેવામાં આવે છે. આ પ્રસ્તાવ મણિપુરમાં આ મૌન સંહિતાને તોડવા માટે છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અમારી વાતો નહિ સંભાળે, છેલ્લા દિવસે આવીને ભાષણ કરશે. ચાલો કોઈ વાંધો નહી અમે તેમની રાહ જોઈશું.

તેમણે વધુમાં જણાવ્યું કે મને નથી ખબર કે આના કરતા વધુ દુર્ભાગ્યપૂર્ણ શું છે, કે આપણા દેશના વડાપ્રધાને સંસદમાં આવવાનો ઇનકાર કરી દીધો કે તેમણે મણિપુર જવાનો ઇનકાર કરી દીધો છે.


  • Follow us on: