• દિલ્હી હાઇકોર્ટને ભરણપોષણને લઇને આપ્યો ચુકાદો
  • પત્ની અને પત્ની બંનેની આવક હતી સરખી
  • ભરણપોષણ માટે મળવાપાત્ર રકમ અંગે આપ્યો ચુકાદો
જો પતિ અને પત્ની બંને સરખુ કમાઇ રહ્યા હોય તો આવા કેસમાં પત્ની ભરણપોષણ મેળવવા હકદાર નથી. આ નિર્ણય દિલ્હી હાઇકોર્ટે સંભળાવ્યો છે. દિલ્હી હાઇકોર્ટનું કહેવુ છે કે જ્યારે પતિ-પત્ની બંને સમાન લાયકાત ધરાવતા હોય અને સમાન રીતે કમાતા હોય, તો હિન્દુ મેરેજ એક્ટ, 1955ની કલમ 24 હેઠળ પત્નીને વચગાળાનું ભરણપોષણ આપી શકાય નહીં.

અધિનિયમ 24 હેઠળ ભરણપોષણ નહી

ન્યાયાધીશ સુરેશ કુમાર કૈત અને નીના બંસલ કૃષ્ણાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કલમ 24નો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લગ્નના કેસ દરમિયાન પતિ-પત્નીમાંથી કોઈને પણ નાણાકીય અવરોધોનો સામનો કરવો ન પડે. કારણ કે નાણાકીય સંસાધનોનો અભાવ તેમને સંપૂર્ણ રીતે (વૈવાહિક જીવનમાં) ભાગ લેતા અટકાવી શકે છે. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, કોર્ટે તેના 11 ઓક્ટોબરના ચુકાદામાં કહ્યું હતું કે, "અમારું માનવું છે કે હાલના કેસમાં, જ્યાં પતિ-પત્ની બંને સમાન લાયકાત ધરાવતા હોય અને સમાન રીતે કમાતા હોય, ત્યાં અધિનિયમની કલમ 24" વચગાળાનું ભરણપોષણ ન કરી શકે.

40 હજાર બાળક અને 2 લાખ ભરણપોષણ

એક ફેમિલી કોર્ટમા પતિને બાળકના ભરણપોષણ માટે મહિને 40 હજાર આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પરંતુ ભરણપોષણની પત્નીની અરજી ફગાવી દેવામાં આવી હતી. કારણ કે પતિએ બાળક માટે ચૂકવવા પાત્ર રકમમાં ઘટાડો કરવાની માંગ કરી છે. વળી પત્નીએ તેના ભરણપોષણ માટે 2 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. પત્નીએ હાઈકોર્ટને બાળકના ભરણપોષણની રકમ 40,000 રૂપિયાથી વધારીને 60,000 રૂપિયા પ્રતિ માસ કરવાની વિનંતી પણ કરી હતી. 

પત્નીની આવક પતિને બરાબર હતી

આ બધા વચ્ચે કોર્ટને જાણવા મળ્યું છે કે પત્ની અને પતિ બંને ઉચ્ચ લાયકાત ધરાવતા હતા. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પત્નીનો માસિક પગાર 2.5 લાખ રૂપિયા હતો, જ્યારે પતિની કમાણી દર મહિને $7,134 હતી, જેને ભારતીય રૂપિયામાં ફેરવવામાં આવે ત્યારે તે પત્નીની આવકની બરાબર હતી. કોર્ટે કહ્યું, “પતિ ભલે ડોલરમાં કમાતો હોય, પરંતુ તેના ખર્ચા પણ ડોલરમાં છે તે વાતને અવગણી શકાય નહીં.ત્યારે અંતમાં પતિ અને પત્નીની આવકને ધ્યાને રાખીને બાળકના ભરણપોષણની સંયુક્ત જવાબદારીની માન્યતા જોતા ન્યાયાલયે નિર્ધારિત નક્કી કર્યુ કે બાળક માટે પતિ દ્વારા ભરણપોષણ ઘટાડીને 25 હજાર રૂપિયા પ્રતિમાસ કરી દેવું જોઇએ. 
  • Follow us on: