• જો કે તેને આધારે બનાવેલા નાટક કે કોઇ કાર્યને કોપીરાઇટ મળી શકે છે : કોર્ટ

  • આધ્યાત્મિક ગ્રંથો પર કોઇ કોપીરાઇટનો દાવો થઇ શકે નહીં
  • મહાભારત સિરિયલ સ્વયં લેખકોનું મૂળ કાર્ય હોવાના કારણે કોપીરાઇટ સંરક્ષણને હકદાર

દિલ્હી હાઇકોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે કોઇપણ વ્યક્તિ કે સંસ્થા ભાગવદ ગીતા અથવા રામચરિત માનસ જેવા ધર્મગ્રંથો પર કોપીરાઇટનો દાવો કરી શકે નહીં. જો કે કોર્ટે ઉમેર્યું હતું કે આ ધર્મગ્રંથોના આધાર પર બનાવવામાં આવેલા નાટક અથવા તો કોઇ તેને લગતી કામગીરી પર કોપીરાઈટનો દાવો થઇ શકે છે. જસ્ટિસ પ્રતિભા એમ સિંહે જણાવ્યું હતું કે ભગવદ ગીતા અથવા અન્ય આધ્યાત્મિક પુસ્તકોના પાઠનું વાસ્તવમાં પુનરુત્પાદન કરવામાં કોઇ આપત્તિ ના હોઇ શકે પરંતુ કોપીરાઇટનો કાયદો એવા પ્રકારો પર લાગુ થશે કે જેમાં વિભિન્ન ગુરુઓ અને આધ્યાત્મિક શિક્ષકો દ્વારા તેની વ્યાખ્યા કરવામાં આવે છે અને તેની નકલ કરવી, કોઇ પણ સ્પષ્ટીકરણ, અનુકૂલન અથવા નાટકીય કાર્ય કોપીરાઇટના સંરક્ષણને હકદાર છે. એક અહેવાલ અનુસાર કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આધ્યાત્મિક ગ્રંથો પર કોઇ કોપીરાઇટનો દાવો થઇ શકે નહીં. તેમણે ઉદાહરણ આપ્યું હતું કે રામાનંદ સાગરની રામાયણ અને બીઆર ચોપરાની મહાભારત સિરિયલ સ્વયં લેખકોનું મૂળ કાર્ય હોવાના કારણે કોપીરાઇટ સંરક્ષણને હકદાર છે.


  • Follow us on: