• મનીષ સિસોદિયાને રાહત નહી
  • રાઉઝ એવન્યુ કોર્ટે માંગ્યો સીબીઆઇ પાસે જવાબ
  • હવે વધુ સુનાવણી 7મેએ થશે
દિલ્હીમાં કથિત લીકર પોલિસીથી જોડાયેલા સીબીઆઇ મામલે હાલ ચાર્જ ફ્રેમ ન કરવાની માંગને લઇને અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી પાસે જવાબ માગ્યો છે. સાથે જ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી પણ વધારી દીધી છે, હવે તેઓ 7 મે સુધી તિહાડમાં બંધ રહેશે.

કોણે શું કરી દલીલ ?
અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે કેસની સુનાવણી દરમિયાન IOએ કહ્યું હતું કે ત્રણ-ચાર મહિનામાં તપાસ પૂરી થઈ જશે, પરંતુ હજુ સુધી કેસની તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને 164નું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, કેસમાં આરોપો ઘડવાની સુનાવણી હવે શરૂ થવી જોઈએ નહીં. ત્યાં જ સીબીઆઇએ અરજીનો વિરોધ કરતા કહ્યું કે જેટલી ચાર્જશીટ દાખલ થઇ છે તેની પર દલીલો કરીશું. કોર્ટે દલીલ સાંભળ્યા બાદ કહ્યું કે હજી તો અમને અરજીની કોપી મળી નથી. આ મામલે સુનાવણી 7મેએ થશે.

સુનાવણી દરમિયાન કોર્ટમાં શું થયું?
સુનાવણી દરમિયાન જ્યારે આરોપીઓના વકીલો ચર્ચા બાદ કોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા. જેને લઇને ર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. નારાજગી વ્યક્ત કરતા ન્યાયાધીશે કહ્યું કે અમે આ પ્રકારનું વર્તન પહેલીવાર જોયું, દલીલો પૂરી થતાં જ તમે કોર્ટમાંથી બહાર નીકળી ગયા. જો કે બાદમાં વકીલે જજની માફી માંગી હતી. મહત્વનું છે કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તિહાડ જેલમાં બંધ મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરાયા હતા. આપ નેતા સિસોદિયાની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી.

  • Follow us on: