• શરદ પવારને સુપ્રિમ કોર્ટનો ફટકો
  • NCPના ચૂંટણી ચિન્હથી લડશે અજિત પવાર જૂથ
  • ચૂંટણી ચિન્હના ઉપયોગ અંગે દાખલ થઇ હતી અરજી

મહારાષ્ટ્રમાં અસલી એનસીપીની લડાઇને લઇને શરદ પવારને સુપ્રિમ કોર્ટનો ફટકો પડ્યો છે. સુપ્રિમ કોર્ટે મંગળવારે એનસીપીનું ચૂંટણી ચિન્હ ઘડિયાળના ઉપયોગને લઇને દાખલ અરજી ફગાવી દીધી હતી. સુપ્રિમ કોર્ટનું કહેવુ છે કે ઘડિયાળ સિમ્બોલનો ઉપયોગ અજીત પવારની પાર્ટી કરશે.

શરદ જૂથના ટ્રમ્પેટ ચિન્હને માન્યતા

જો કે, સુપ્રીમ કોર્ટે શરદ જૂથને 2024ની લોકસભા ચૂંટણી NCP શરદચંદ્ર પવારના નામથી લડવાની મંજૂરી આપી છે. કોર્ટે તેના ચૂંટણી ચિન્હ ટ્રમ્પેટને પણ માન્યતા આપી છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ માટે અન્ય લોકોને ટ્રમ્પેટ ચૂંટણી ચિન્હ ન આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. અગાઉ, સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથને વાસ્તવિક NCP જાહેર કરવાના ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.

બિનશરતી લેખિત બાંહેધરી આપવા આદેશ

કોર્ટે અજિત પવાર જૂથને જાહેર નોટિસ બહાર પાડવા કહ્યું કે એનસીપીનું ઘડિયાળ ચૂંટણી પ્રતીક કોર્ટમાં વિચારણા હેઠળ છે. તેથી ચૂંટણીની જાહેરાતોમાં પણ તેનો ઉલ્લેખ કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટ શરદ જૂથની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અજીત જૂથ પોતાના ફાયદા માટે શરદના નામ અને ફોટાનો ઉપયોગ કરી રહ્યું છે.જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચે અજિત પવારના જૂથને 18 માર્ચ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. બેન્ચે અજીત જૂથને બિનશરતી લેખિત બાંયધરી આપવાનો આદેશ આપ્યો છે કે તેઓ શરદ પવારની તસવીરનો ઉપયોગ નહીં કરે.

  • Follow us on: