- નોઇડામાં એસી ફાટવાથી લાગી આગ
- અનેક ફ્લેટ આવ્યા આગની ચપેટમાં
- નોઇડા સેક્ટર 100માં સ્થિત લોટસ બુલેવાર્ડ સોસાયટીની ઘટના
ઉત્તર ભારતમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે. આકરી ગરમીથી રાહત મેળવવા મોટાભાગના ઘરોમાં એસી જોવા મળે છે. પરંતુ આવી ગરમીમાં એસી પણ આગ લાગી શકે છે. આવી જ ઘટના બની નોઇડામાં.
નોઇડા સેક્ટર 100ની ઘટના
નોઇડામાં સેક્ટર 100માં આવેલી લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં એસી આખા ફ્લેટમાં આગ લાગી હતી, જેના કારણે સોસાયટીમાં રહેતા લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. નજીકના ફ્લેટમાં રહેતા લોકો તેમના ફ્લેટ છોડીને મેદાનમાં આવી ગયા હતા. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ પહોંચી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
ACમાં બ્લાસ્ટ થવાનું કારણ શું ?
ACમાં વિસ્ફોટ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે યોગ્ય સફાઈનો અભાવ, નબળી ગુણવત્તાના કેબલ અને પ્લગનો ઉપયોગ, વોલ્ટેજમાં વધઘટ, ખોટા ગેસનો ઉપયોગ.વગેરે
ગંદકી
એસીની અંદર કન્ડેસર પર ગંદકી જમા થવાથી આવી સમસ્યા ઉભી થાય છે. ગંદકીને કારણ એસી ગરમીને બહાર ફેંકી શકે નહી જેથી એસીમાં બ્લાસ્ટ થવાની શક્યતાઓ વધી જાય છે.
ખરાબ વાયરિંગ
જો એસીના વાયરિંગમાં ઉપયોગમાં લેવાતા વાયર, પ્લગ, સોકેટ અને સર્કિટ બ્રેકર સારી ગુણવત્તાના ન હોય તો તેનાથી પણ એસીમાં આગ લાગી શકે છે. આવા કોઈપણ અકસ્માતથી બચવા માટે એસીમાં સારી સામગ્રીનો ઉપયોગ કરવો જરૂરી છે.
પાવર વધઘટ
એસી સાથે, અન્ય ઇલેક્ટ્રિક સામાન પણ વોલ્ટેજની વધઘટથી પ્રભાવિત થાય છે. દેશમાં વીજળીને લઈને આ એક મોટી સમસ્યા છે. જેના કારણે એસીમાં આગ પણ લાગી શકે છે.
ખોટા ગેસનો ઉપયોગ
એર કંડિશનરમાં ખાસ પ્રકારના ગેસનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે AC માં ફ્રીઓન ગેસનો ઉપયોગ થાય છે. તે આગનું કારણ નથી, પરંતુ તે ગ્લોબલ વોર્મિંગમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મહત્વનું છે કે 2019 પછી બનેલા નવા એસીમાં R410a નામનો ગેસ વપરાય છે. જે Puron હોય છે. તેમાં પણ આગ લાગતી નથી. પરંતુ ખોટા ગેસનો ઉપયોગ કરવા પર ઓવરહિટીંગ થઇ શકે છે અને આગ લાગે છે.
શુ કાળજી રાખવી ?
- ACને નિયમિતપણે સાફ કરવું જોઈએ
- એસી એવી જગ્યાએ લગાવવું જોઈએ જ્યાંથી પાણી સરળતાથી નીકળી શકે









