નોઇડાની એક કચેરીમાં પ્રૌઢ દંપતીને અડધા કલાક ઉપર ઊભા રાખવા બદલ કર્મચારીઓને 20 મિનિટ ઊભા રહેવાની સજા અપાઈ હતી. જેનો વિડીયો વાયરલ થયો છે. રહેણાંક પ્લોટ વિભાગના ઓથોરીટીની જાહેર ફરિયાદોને સંબોધવા માટેની કચેરીમાં 50 મિનિટ ઉપર કામનું સમાધાન ન કરી ઉભા રાખવા બદલ ઓથોરિટીના સીઇઓ લોકેશ એમએ સ્ટાફને વરિષ્ઠ દંપતીની ફરિયાદની અવગણના કરવા બદલ સજા કરી હતી. સ્ટાફને મુલાકાતીઓની મદદ કરતી વખતે તેમને ઊભા રહેવા દીધા. ત્યારે CCTV મોનિટરિંગ અને વધુ સારી સ્ટાફ તાલીમ માટે કૉલ્સનો હેતુ ઓફિસમાં કાર્યક્ષમતા અને વ્યાવસાયિકતાને સુધારવાનો છે.
પ્રૌઢ દંપતી 50 મિનિટ સુધી ઊભા રહ્યા.
નોઇડામાં રહેણાંક પ્લોટ વિભાગના ઓથોરીટીની જાહેર ફરિયાદોને સંબોધવા માટેની કચેરી આવેલી છે. જ્યાં મિલકત-સંબંધિત સમસ્યાઓમાં લોકોને મદદ કરવામાં આવે છે. ત્યારે સોમવારે એક પ્રૌઢ દંપતી તેમની સમસ્યા લઈને કચેરી ખાતે આવી પહોંચ્યું હતું. અહીં અડધા કલાક જેટલું ઊભા રહેતા પણ સમસ્યાનો નિકાલ થયો નહતો. આ સમગ્ર ઘટના CCTV માં CEOએ જોઈ સ્ટાફફના કર્મચારીને ઝડપથી નિકાલ લાવવા કહ્યું. CEOના કહ્યા બાદ પણ 20 મીન બાદ CCTV માં પ્રૌઢ દંપતી ઊભું નજરે ચડતા CEO ભડકયા હતા.
CCTVમાં લાંબા સમયથી ઊભા રહેલ નજરે પડ્યા
પ્રથમ 30 મિનિટથી ઊભા રહેલા પ્રૌઢ દંપતી ને CEOએ CCTV માં જોયા હતા. ત્યારબાદ CEO લોકેશ એમ એ સ્ટાફફમાંથી કર્મચારીને બોલાવીને તેઓ ઉંમરલાયક હોઈ વધારે સમય સુધી ઊભા રહી ના શકે તે આશયથી ઝડપથી તેમનું કામનું સમાધાન કરવા કહ્યું હતું. પરંતુ 20 મિનિટ બાદ પણ CEO લોકેશે CCTV માં દંપતીને ઊભા રહેલા જોઈ તેમનો પારો છટક્યો હતો.
કર્મચારીઓની લાપરવાહી
30 મિનિટ જેટલો સમય આધેડ દંપતીને ઊભા રાખી સમસ્યાનો નિરાકરણ લાવી ના શકયા. ઉપરાંત સીઇઓના કામ જલ્દી પૂર્ણ કરવાના આદેશ બાદ પણ કર્મચારીઓ દ્વારા- ના તો કામનું સમાધાન કરવામાં આવ્યું કે ના તો તેમને બેસવાનું કહ્યું. જે જોઈ સીઇઓ ભડક્યા હતા અને કર્મચારીઓ સામે ઝડપી શિસ્તબદ્ધ પગલાં લીધાં હતા. ત્યારે લોકેશ એમના સક્રિય અભિગમને કારણે ચર્ચામાં છે. તેમનો ઉદ્દેશ્ય કર્મચારીઓની વર્તણૂક અને જાહેર ચિંતાઓને સંબોધવામાં વિલંબ અંગેની ફરિયાદોનો સામનો કરવાનો છે.
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
નોઇડા ઓથોરિટીના સીઇઓ લોકેશ એમ, સોમવારે મિલકત-સંબંધિત સમસ્યાઓમાં લોકોને યોગ્ય રીતે મદદ કરવામાં નિષ્ફળ ગયેલા તેમજ આધેડ દંપતીને લાંબા સમય સુધી ઊભા રાખવા બદલ સજા તરીકે આવનાર તમામ મુલાકાતીઓ સાથે હાજરી આપતી વખતે સ્ટાફના સભ્યોને 20 મિનિટ સુધી ઊભા રહેવાની ફરજ પાડવામાં આવી હતી.