નોઈડા એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. મૃતકોમાં 3 મહિલા અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. નોઈડાથી પરી ચોક જતા સમયે આ અકસ્માત થયો હતો. પાર્ક કરેલી ટ્રકની પાછળ કાર ઘુસી ગઇ હતી. ગ્રેટર નોઈડા નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની. 


પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઇ કાર 

મળતી માહિતી મુજબ વેગનઆર કાર  ફુલ સ્પીડમાં આવીને રોડ પર પાર્ક કરેલી તૂટેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેના પરિણામે એક જ પરિવારના પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો.  અકસ્માતના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ગ્રેટર નોઈડાના એડીસીપી અશોક કુમારે જણાવ્યું હતું કે આજે નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન હેઠળ સેક્ટર 146 નજીક યમુના એક્સપ્રેસ વે પર એક ઝડપી કાર એક તૂટેલી ટ્રક સાથે અથડાઈ હતી. ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચાર ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. કેસ નોંધવામાં આવી રહ્યો છે, ક્ષતિગ્રસ્ત વાહનોને સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા છે.




  • Follow us on: