- આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો તે પ્રશ્નનો પણ જવાબ નહીં
- પુત્રની હત્યામાં પોતે સામેલ હોવાનો ઇનકાર કર્યો છે
- પુત્રના પિતાએ અંતિમ સંસ્કાર કર્યા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીના સીઈઓ સૂચના સેઠના કેસમાં પોલીસ હજી પણ તપાસ કરી રહી છે. સૂચના તરફથી તપાસમાં પોલીસને સહયોગ નથી અપાઈ રહ્યો. આ ઘટનાનો નથી તેને કોઈ અફસોસ. જોકે પોલીસ તરફથી આ કેસમાં સત્તાવાર રીતે હજી કાંઈ કહેવાયું નથી. પરંતુ સૂચના અને વેંકટરમણના ચાર વર્ષના પુત્રને બુધવારે દફનાવી દેવામાં આવ્યો. મીડિયા અહેવાલ મુજબ સૂચનાએ તે પોતાના ચાર વર્ષના પુત્રની હત્યામાં સામેલ હોવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તપાસમાં પણ સહયોગ આપી નથી રહી. સૂચનાને પુત્રના મૃત્યુનો કોઈ અફસોસ કે પૃાતાપ પણ નથી. હાલમાં સૂચના 6 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. આખરે સૂચના સેઠે આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો તે વાતનો પણ જવાબ નથી મળ્યો. કહેવાય છે કે સૂચના સેઠના હાથ પર તેણે કાંડા પર ઈજા પહોંચાડી હોવાના નિશાન મળી આવ્યા હતા. તપાસ દરમિયાન ગોવાના સર્વિસ એપાર્ટમેન્ટમાંથી કફ સિરપની બે શીશી પણ મળી હતી. તેને કારણે શંકા સેવાઈ રહી છે કે હત્યાની યોજના લાંબા સમય પહેલાં તૈયાર થઈ હતી. જોકે આ કેસમાં બુધવારે બેંગલુરુ ખાતે પુત્રના અંતિમ સંસ્કાર થઈ ગયા હતા. સૂચનાના પતિએ પુત્રના અંતિમ સંસ્કાર કર્યા હતા.
પુત્રની હત્યા પહેલાં પતિને કર્યો હતો વોટ્સએપ સંદેશો










