• મનીષ સિસોદિયાની લીકર પોલીસી મામલે CBI દ્વારા ધરપકડ કરાઈ છે
  • સિસોદિયાની ધરપકડ પર રાજકીય ટીપ્પણીઓ સામે આવી રહી છે
  • સિસોદિયાને દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની હાય લાગી છેઃ કપિલ મિશ્રા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની લીકર પોલીસી મામલે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પછી આમ આદમી પાર્ટીએ ટ્વિટર હેન્ડલ પરથી પોતાનો ડીપી હટાવી દીધો છે. તેમની ધરપકડ બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ કહ્યું છે કે દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની તેમને હાય લાગી છે.

કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું કે મનિષ સિસોદિયાની દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાને દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની હાય લાગી છે. હું શરૂઆતથી કહેતો આવ્યો છું કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે, તેમાંથી બે જેલમાં ગયા છે, હવે કેજરીવાલનો વારો છે.

મનીષ સિસોદિયાની ધરપકડ પર પ્રતિક્રિયા?

આ બાબતે મનીષ સિસોદિયાના કાકાનું કહેવું છે કે તેણે કોઈ કૌભાંડ કર્યું નથી અને કરવું જોઈએ નહીં. રાજકારણના હિસાબે ભાજપના લોકો ફસાવી રહ્યા છે. પંજાબ અને દિલ્હીની હારથી તેઓ ચોંકી ગયા છે. ભાજપના દિગ્ગજ નેતા સ્વતંત્ર દેવસિંહે એક ટ્વિટમાં કહ્યું છે કે મનીષ સિસોદિયા જેવા ભ્રષ્ટ લોકો માટે જેલ યોગ્ય જગ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જેલના તાળા તોડીને મનીષ સિસોદિયાને મુક્ત કરવામાં આવશે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે દેશમાં સરમુખત્યારશાહી આવી ગઈ છે. તેથી આવી હાલત બની ગઈ છે.


  • Follow us on: