• જગન્નાથ પુરી મંદિરની થઇ કાયાપલટ
  • 943 કરોડના ખર્ચે કોરિડોર પરિયોજનાનું નિર્માણ
  • કોરિડોરનું 17 જાન્યુઆરીએ સીએમના હસ્તે લોકાર્પણ

અયોધ્યા રામ મંદિર પહેલા ઓડિશાની નવીન પટનાયક સરકારે પુરીમાં શ્રી મંદિર પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. હવે પુરીમાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના 7 દિવસ પહેલા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જગન્નાથ મંદિર કોરિડોર 17 જાન્યુઆરીએ લોકોને સમર્પિત કરવામાં આવશે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે સીએમ નવીન પટનાયક જગન્નાથ પુરી હેરીટેજ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.

[[$googlead]]

17 જાન્યુઆરીએ લોકાર્પણ

[[$alsoread]]

પુરી ઓડિશાના કલેક્ટર સમર્થ શર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવશે અને મંદિર પ્રશાસનના મહારાજા દ્વારા મુખ્ય પ્રધાનની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવશે…અમે બધાની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે.


943 કરોડનો કર્યો છે ખર્ચ

મહત્વનું છે કે મુખ્યમંત્રી નવીન પટનાયકે નવેમ્બર 2021માં જગન્નાથ મંદિરની બાઉન્ડ્રી વોલના 75-મીટર કોરિડોરની અંદરના વિસ્તારને મંદિરમાં રૂપાંતરિત કરીને તેના વિકાસ માટે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પુરીમાં પ્રતિષ્ઠિત જગન્નાથ મંદિરના પરિસરના સુંદરીકરણ માટે બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટ – શ્રીમંદિર પરિક્રમા – રૂ. 943 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

મહાનગર જેવી અનુભૂતિ થશે

પ્રસિદ્ધ મંદિરના મુખ્ય ધાર્મિક કાર્યકર્તા ગજપતિએ જણાવ્યું હતું કે, "પરિક્રમા પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે અને તે 17 જાન્યુઆરી, 2023ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. તે દિવસે પૂજા અને હવન પણ કરવામાં આવશે. શ્રી જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિના અધ્યક્ષ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે જણાવ્યું હતું કે 17 જાન્યુઆરીએ ઉદ્ઘાટન સમારોહ મોટા પાયે યોજાશે અને આ કાર્યક્રમમાં દેશ-વિદેશના ભક્તો હાજરી આપશે. સાથે જ જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલાં પુરીમાં આવેલા લોકો હવે મોટો તફાવત જોશે. મને ખાતરી છે કે પ્રોજેક્ટના ઉદઘાટન પછી પુરીની મુલાકાત લેતી વખતે ભક્તોને મહાનગર જેવી અનુભૂતિ થશે તેમ જણાવ્યું હતું.

કોને કોને મોકલાયા છે આમંત્રણ ?

આ માટે ચાર ધામ સહિત 1000થી વધુ મંદિરોમાં આમંત્રણ મોકલવામાં આવ્યા છે. વિશ્વભરના મુખ્ય હિંદુ મંદિરો અને નેપાળના રાજાને પણ આમંત્રણો મોકલવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં 943 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઓડિશામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ પટનાયક સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

  • Follow us on: