• ઓડિશાના ભુવનેશ્વરમાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા
  • ઘટનામાં કોઇ જાનહાનિ નહી
  • રેલવે સ્ટેશન પાસે માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા

છેલ્લા ઘણા સમયથી આપણે જોઇએ છીએ કે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાની ઘટનાઓ બની રહી છે. હમણા જ યુપીના ગોંડામાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાઇ હતી. ત્યારે હવે ઓડિશાના ભુવનેશ્વર રેલવે સ્ટેશન પાસે પણ આવી જ ઘટના બની છે. માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

કોઇ જાનહાનિ નહી
શુક્રવાર સવારની આ ઘટના છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના સવારે લગભગ 8.30 વાગ્યે બની હતી. જોકે તેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલ્વેની ટીમો ટ્રેક પુનઃસંગ્રહના કામ માટે સ્થળ પર પહોંચી ગઈ છે. ઘટના સ્થળે રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માલસામાન ટ્રેનની બોગી નીચેની લાઈનમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. 


  • Follow us on: