• બિહારના શેખપુરાનગર વિસ્તારમાં આવેલા ડુંગરમાં લાગી આગ
  • ફાયર વિભાગ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • અસામાજિક તત્વોએ આગ લગાવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

બિહારના શેખપુરાનગર વિસ્તારમાં આવેલા એક પહાડમાં અસામાજિક તત્વોએ આગ લગાવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આગ એચલી પ્રચંડ હતી કે ડુંગરાળ વિસ્તારોમાં વૃક્ષો બળીને ખાખ થઇ ગયા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

સમગ્ર ઘટનાને લઇ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આગ કેવી રીતે લાગી તે કોઈને ખબર નથી. આવી આગની ઘટનાઓ લગભગ દર એક-બે વર્ષે બનતી રહે છે. ઉલ્લેખનીય છે કે, 3 વર્ષ પહેલા પણ અહિયાપુર મોહલ્લામાં ડુંગર પર લાગેલી આગમાં 3 લોકો દાઝી ગયા હતા. પ્રચંડ આગ જોઈને લોકો એકદમ ગભરાયેલા જોવા મળી રહ્યા છે. ફાયર બ્રિગેડ આગ બૂજાવાના પ્રયાસો કરી રહી છે.

આગની ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, બ્લોક પરના વિસ્તારની નજીકના પહાડ પર કોઈ અસામાજીક તત્વોએ સ્પાર્ક ફેંકી દીધો, જેના કારણે આગ ઝડપથી પ્રસરવા લાગી હતી. SDO, DCLR, પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને પર્વતની તળેટીમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

  • Follow us on: