• પીએમ મોદી 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રના પ્રવાસે
  • નેવી ડેના કાર્યક્રમમાં લેશે ભાગ
  • શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે

પીએમ મોદી 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ રાજકોટ કિલ્લામાં મરાઠા સામ્રાજ્ય છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. જે બાદ પીએમ મોદી સિંધુદુર્ગમાં નેવી ડે 2023ની ઉજવણીમાં હાજરી પણ આપશે. પીએમઓ તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરીને આ જાણકારી આપવામાં આવી છે.

સિંધુદુર્ગ કિલ્લામાં નેવી ડેની ઉજવણી

મહત્વનું છે કે 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ કિલ્લામાં નેવી ડેની ઉજવણી કરવામાં આવશે. આ કિલ્લાનો પાયો 1664માં મરાઠા રાજા શિવાજી મહારાજ દ્વારા સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકા પાસે અરબી સમુદ્રમાં એક ટાપુ પર નાખવામાં આવ્યો હતો.

નેવી ડેના કાર્યક્રમમાં ભાગ લેશે

પીએમ મોદી 4 ડિસેમ્બરે સાંજે 4.15 કલાકે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ પહોંચશે અને રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. તે પછી, વડા પ્રધાન સિંધુદુર્ગ ખાતે 'નેવી ડે 2023' ઉજવણી કાર્યક્રમમાં પણ હાજરી આપશે. વડાપ્રધાન સિંધુદુર્ગના તારકરલી બીચ પરથી ભારતીય નૌકાદળના જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને વિશેષ દળો દ્વારા 'ઓપરેશનલ પ્રદર્શન'ના સાક્ષી પણ બનશે.

શિવાજી મહારાજના વારસાને શ્રદ્ધાંજલિ

સિંધુદુર્ગ ખાતે 'નેવી ડે 2023'ની ઉજવણી છત્રપતિ શિવાજી મહારાજના સમૃદ્ધ દરિયાઈ વારસાને શ્રદ્ધાંજલિ આપવા માટે છે. દર વર્ષે નેવી ડે નિમિત્તે ભારતીય નૌકાદળના જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને વિશેષ દળો દ્વારા 'ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન' યોજવાની પરંપરા છે. આ 'ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન' લોકોને ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવતી મલ્ટિ-ડોમેન કામગીરીના વિવિધ પાસાઓ જોવાની તક પૂરી પાડે છે. તે જનતા માટે રાષ્ટ્રીય સુરક્ષામાં નૌકાદળના યોગદાનને પ્રકાશિત કરે છે, જ્યારે નાગરિકોમાં દરિયાઈ ચેતના પણ જગાડે છે.


  • Follow us on: