• જૂના રાજેન્દ્ર નગર સ્થિત રાવ IAS કોચિંગ સેન્ટરમાં થઇ દુર્ઘટના
  • ડાઇવર્સને બોલાવવા પડ્યા, UPSC વિદ્યાર્થીઓના જીવ લીધા
  • દિલ્હી સરકારે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા

દિલ્હીમાં એક પ્રખ્યાત કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાયુ હતુ જેના કારણે ત્રણ વિદ્યાર્થીઓ એક સાથે મોતને ભેટ્યા હતા. જૂના રાજેન્દ્ર નગર સ્થિત રાવ IAS કોચિંગ સેન્ટરમાં આ અકસ્માત થયો હતો. આ મામલે બે લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ દિલ્હી સરકારે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.

NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી

[[$googlead]]

[[$alsoread]]

દિલ્હી ફાયર વિભાગને શનિવારે સાંજે 7 વાગ્યે કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાની માહિતી મળી હતી. વિભાગને કોલ કરવામાં આવ્યો હતો કે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું છે અને ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે. મામલાની ગંભીરતા જોતા NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થિતિ એવી હતી કે ડાઇવર્સને પાણીમાં નીચે ઉતારવા પડ્યા હતા.

ભોંયરામાં પાણી કેવી રીતે ભરાયું?

કોચિંગ સેન્ટરના ભોંયરામાં એક પુસ્તકાલય છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. ફાયર વિભાગના ડાયરેક્ટર અતુલ ગર્ગના જણાવ્યા અનુસાર, ઘટના સમયે 30 થી 35 વિદ્યાર્થીઓ હાજર હતા, જેમાંથી ત્રણ ફસાયા હતા. આ દરમિયાન બચાવ કામગીરી બાદ ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા જે ખુબજ દુખદ ઘટના છે. માર્યા ગયેલાઓમાં બે વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થી છે.

દિલ્હીના બીજેપી સાંસદ બાંસૂરી સ્વરાજે દાવો કર્યો છે કે ગટરની સફાઈ ન થવાના કારણે ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું.

આ ઘટનામાં જીવ ગુમાવનાર વિદ્યાર્થી નેવિન ડાલ્વિન કેરળનો રહેવાસી હતો. પરંતુ છેલ્લા છ-આઠ મહિનાથી દિલ્હીમાં રહેતો હતો. નેવિન પટેલ નગરમાં રહેતો હતો અને કોચિંગ સેન્ટરની લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા ગયો હતો. તે જેએનયુમાંથી પીએચડી કરી રહ્યો હતો.

બીજેપી નેતા આરપી સિંહે કહ્યું કે અહીં ડિસિલ્ટિંગનું કામ સમયસર થયું નથી.

ડીસીપી (મધ્ય દિલ્હી) એમ હર્ષ વર્ધને ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે શનિવારે સાંજે દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે કે ભોંયરામાં આટલી ઝડપથી પાણી કેવી રીતે ભરાયું.

દિલ્હીના બીજેપી સાંસદ બાંસૂરી સ્વરાજે દાવો કર્યો છે કે ગટરની સફાઈ ન થવાના કારણે ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું. બાંસુરી સ્વરાજે દાવો કર્યો કે એક અઠવાડિયાથી અહીંના લોકો વારંવાર ધારાસભ્ય દુર્ગેશ પાઠકને ગટરની સફાઈ કરાવવા માટે કહી રહ્યા હતા, પરંતુ તેમની વિનંતીને અવગણવામાં આવી હતી. તેણે કહ્યું કે અહીંથી પાણી જઈને ભોંયરામાં ભરાઈ ગયું.

બીજેપી નેતા આરપી સિંહે કહ્યું કે અહીં ડિસિલ્ટિંગનું કામ સમયસર થયું નથી. જો સમયસર ડિસિલ્ટિંગનું કામ થયું હોત તો આ અકસ્માત સર્જાયો ન હોત. દિલ્હી સરકાર અને ધારાસભ્યએ જવાબ આપવો જોઈએ કે ડિસિલ્ટિંગનું કામ કેમ ન થયું અને પૈસા કોણ ચાઉ કરી ગયા?


  • Follow us on: